Get The App

અકોટામાં મહિલાની ચેન આંચકી બે સ્કૂટર સવારો ફરાર થઇ ગયા

ચાલુ સ્કૂટરે જ બંને અછોડાતોડોએ ચેન તફડાવી ઃ અકોટા સ્ટેડિયમ તરફ ભાગ્યા

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
અકોટામાં મહિલાની ચેન આંચકી બે સ્કૂટર સવારો ફરાર થઇ ગયા 1 - image

વડોદરા, તા.11 અકોટા સ્ટેડિયમ પાસે ગઇરાત્રે સ્કૂટર સવાર બે અછોડાતોડો મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી ફરાર થઇ ગયા  હતાં.

આ અંગેની વિગત એવી છે કે અકોટા સ્ટેડિયમ પાસે આઇઓસી નગરમાં રહેતા ગીતાબેન મૈનેશભાઇ શેઠ (ઉ.વ.૬૧) ગઇકાલે સાંજે પતિ સાથે સ્કૂટર પર સિટિ વિસ્તારમાં ખરીદી માટે નીકળ્યા હતાં. માંડવી તેમજ સુલતાનપુરાનું કામ પૂરુ કર્યા બાદ પતિ અને પત્ની ઘેર પરત જતા હતાં.

ઘર પાસે સોસાયટીના ગેટ પાસે પહોંચતાં પાછળથી અન્ય સ્કૂટર પર બે શખ્સો આવ્યા હતા જે પૈકી પાછળ બેસેલા શખ્સે મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેન પાછળથી ખેંચી તોડીને અકોટા સ્ટેડિયમ તરફ બંને ભાગી ગયા હતાં. સોનાની ચેનનું પેંડલ નીચે પડી જતા પરત મળ્યું હતું પરંતુ આશરે પોણા તોલા વજનની ચેન રૃા.૩૦ હજાર કિંમતની બંને શખ્સો લઇ ગયા હતાં. એક શખ્સે સફેદ શર્ટ કે ટી શર્ટ અને પાછળ બેસેલા શખ્સે કાળા રંગનું ટી શર્ટ પહેર્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે અકોટા પોલીસે ગુનો નોંધી બંને અછોડાતોડોની તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News