મેટ્રો રેલના કારણે ચ-2થી ચ-3 માર્ગ એક મહિના માટે બંધ કરાયો
તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને
સચિવાલય જતા કર્મચારીઓએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે : ડાયવર્ઝનના સ્થળોએ ટ્રાફિક માર્શલ ઊભા રાખવા તાકીદ
ગાંધીનગર : ગાંધીનગરમાં હાલ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે ત્યારે ચ-૩ જંકશન ઉપર મેટ્રો રેલના બની રહેલા વળાંકને કારણે ચ-૨થી ચ-૩ તરફનો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. જેના પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
ગાંધીનગર શહેરમાં હાલ મેટ્રો રેલનું કામ ખૂબ જ ઝડપી ચાલી
રહ્યું છે. સેક્ટર ૨ સુધી તો મેટ્રોની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હવે બાકી
રહેલા આગળના રૃટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૃપે શહેરના મુખ્ય એવા ચ
માર્ગ ઉપર મેટ્રો રેલનો વળાંક બની રહ્યો છે જે માટે છ ચ-૩ જંકશન અને એક મહિના માટે
બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ચો ચ-૨થી ચ-૩ સુધી અને ચ-૩થી
ચ-૨ સુધીનો માર્ગ આગામી ૧૭ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો વહીવટી તંત્ર દ્વારા વિધિવત
જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ તરફથી આવતા વાહન ચાલકોને
સચિવાલય વિધાનસભા તરફ જવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં સેક્ટર
૭-૮ના કટથી સેક્ટર ૭માં પ્રવેશ કરીને ઘ- માર્ગ પકડવાનો રહેશે જ્યારે સચિવાલય તરફથી
આવતા વાહનોને સેક્ટર ૧૧ માં થઈને ગ માર્ક પકડવાનો રહેશે આ ઉપરાંત જ માર્ગનો પણ
કર્મચારીઓ દ્વારા ઉપયોગ કરી કરી શકાશે. બીજી બાજુ જ્યાં જ્યાં ડાયવર્ઝન આપવામાં
આવ્યા છે ત્યાં ટ્રાફિક માર્શલ ઊભા રાખવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા તાકીદ
કરવામાં આવી છે.