કેન્દ્ર સરકારની ટીમે વડોદરામાં ભૂવા નિહાળ્યા આજવા સરોવરમાંથી છોડાતું પાણી ડાયવર્ટ, પાળા મજબૂત કરવા સૂચન

કેન્દ્રની ટીમે વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી ઃ સોઇલ સહિતના પાસાની જાણકારી મેળવી

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
કેન્દ્ર સરકારની ટીમે વડોદરામાં ભૂવા નિહાળ્યા  આજવા સરોવરમાંથી છોડાતું પાણી ડાયવર્ટ, પાળા મજબૂત કરવા સૂચન 1 - image

વડોદરા, તા.12 વડોદરા શહેર અને જિલ્લામાં આવેલા વિનાશક પૂર બાદ કેન્દ્ર સરકારની ટીમ વડોદરા દોડી આવી હતી અને શહેરના ભૂવાઓ નિહાળી, વિશ્વામિત્રી નદી તેમજ આજવા સરોવરનું નિરીક્ષણ કર્યુ હતું. આજવા સરોવરનું પાણી ડાયવર્ટ કરવા તેમજ પાળા મજબૂત કરવાનું સૂચન કર્યું હતું.

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેન્દ્ર રત્નુના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ  વડોદરાના વરિ અધિકારીઓ સાથે સવારે કલેક્ટર કચેરી ખાતે પૂરની સ્થિતિ અને તેના કારણે થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે વડોદરાની ભૂગોળીય સ્થિતિ, આજવા સરોવર, દેવ ડેમ અને પ્રતાપ સરોવરના જળાવ વિસ્તાર ઉપરાંત ઉપરવાસમાં પડેલા વરસાદ, આજવા સરોવરની જળ સંગ્રહ શક્તિની સ્થિતિની વિગતો આપી હતી. વિશ્વામિત્રી નદીમાં કેવા સંજોગોમાં વધુ પાણી આવે છે ? ઢાઢર નદી, આજવા સરોવર કેવી રીતે અસર કરે છે, તેની હકીકતલક્ષી વિગતો પણ રજૂ કરાઇ હતી.

કલેક્ટરે આપત્તિના સમયે બચાવની કામગીરી અંગેની વિગતો રજૂ કરી માનવ સંસાધન, યાંત્રિક સાધનોનું મોબીલાઇઝેશ સહિતની બાબતો વર્ણવી હતી. આ બેઠક બાદ કેન્દ્ર સરકારની આ ટીમે વડોદરા શહેરમાં માર્ગો ઉપર પડેલા ભૂવાનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં સોઇલ સહિતના પાસા અંગે પણ જાણકારી મેળવી હતી. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના દાંડિયા બજાર, વુડા સર્કલ સહિતના સ્થળોએ પણ રૃબરૃ મુલાકાત કરી હાઇફ્લડ લેવલ, ભૌગોલિક સ્થિતિની ચકાસણી કરી હતી.

કેન્દ્ર સરકારના આ વરિ અધિકારીઓ દ્વારા આજવા સરોવરની પણ મુલાકાત લેવામાં આવી હતી. અહીં તેમણે આજવા સરોવરમાંથી પાણી છોડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. અહીં આ ટીમે ૧૫૦ વર્ષ જૂના આજવા સરોવરના આધુનિકીકરણ કરવા ઉપર ભાર મૂક્યો હતો. બાદમાં ટીમ આણંદ જવા માટે રવાના થઇ હતી. 




Google NewsGoogle News