પ્રતાપનગર પ્લેટફોર્મ તથા તરસાલી વિસ્તારમાં સેન્ટિંગની પ્લેટો ચોરો ઝડપાયા

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
પ્રતાપનગર પ્લેટફોર્મ તથા તરસાલી વિસ્તારમાં સેન્ટિંગની પ્લેટો ચોરો ઝડપાયા 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

વડોદરા પ્રતાપનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તથા તરસાલી વિસ્તારમાં બંધાઇ રહેલા મકાનની સાઇટ પરથી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી લોખંડની પ્લેટો,મોબાઇલ અને રિક્ષા મળી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ  સહિતના ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સોમતાળવ વૈષ્ણવપાર્ક પાસેથી ફરહાન મોહમંદસા દિવાન (રહે. વુડાના મકાન સોમાતળાવ)રિક્ષામાં રાખેલા શંકાસ્પદ લોખંડની સેન્ટિંગની પ્લેટો 23 સાથે ઝડપી પાડ્યો હતો. જેથી તેની પાસેથી મળી આવેલા સામાન અંગે પૂછપરછ કરતા પ્રતાપનગર રેલવે સ્ટેશનના નવા બધા પ્લેટફોર્મ તેમજ તરસાલીમાં નવા બંધાતા મકાન પાસેથી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતુ. જેથી પોલીસે તેની પાસેથી 59 લોખંડની પ્લેટો 38 હજાર, રિક્ષા અને મોબાઇલ મળી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.


Google NewsGoogle News