Get The App

પૂનમની રાત્રે દિપડા સહિત વન્યપ્રાણીની વસ્તી ગણતરી

Updated: Apr 29th, 2023


Google NewsGoogle News
પૂનમની રાત્રે દિપડા સહિત વન્યપ્રાણીની વસ્તી ગણતરી 1 - image

સમગ્ર ગુજરાતની સાથે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ

૮મીએ સવારે પણ મોર,વાંનરો,નિલગાય સાથે તૃણાહારી પ્રાણીની ગણતરી કરાશેઃવકર્મચારીઓને તાલીમબધ્ધ કરાયા

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં આગામી પૂનમે એટલે કે, તા.૫ અને તા.૬ના રોજ રાત્રીના સમયે દિપડા સહિત વન્યપ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં વનવિભાગ દ્વારા આ ગણતરી કરવામાં આવનાર છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ વન્યપ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. જેના માટે ગાંધીનગર વનવિભાગ દ્વારા અધિકારી-કર્મચારીઓને તાલીમબધ્ધ કરવાામાં આવ્યા છે અને આગામી પૂનમની રાત્રીએ દિપડા સહિત શિયાળ, લોકડી, ઘુવડ, ઝરખ,જંગલી બિલાડી, વણીયર સહિતના પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. જ્યારે તા.૮મીએ મોર, નીલગાય, વાંદરા સહિતના વન્યજીવોની ગણતરી હાથ ધરાશે.

વનવિભાગ દ્વારા સમયાંતરે વન્યજીવોની ગણતરી કરીને તેમની વર્તણૂક અને વસ્તીમાં થતા ફેરફારની નોંધ રાખવામાં આવે છે જેના આધારે જરૃરી પગલા વનવિભાગ દ્વારા ભરવામાં આવતા હોય છે ત્યારે અગાઉ વર્ષ ૨૦૧૬માં વન્યજીવોની ગણતરી થયા બાદ હવે આગામી પૂનમની રાત્રીએ દિપડા સહિતના વન્ય પ્રાણીઓની વસ્તીની ગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ અંગે જિલ્લા વનસંરક્ષક ડો.ચંદ્રેશ સાન્દ્રે એ જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં આ વસ્તી ગણતરી કરવાની છે જેના ભાગરૃપે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ દિપડા સહિતના વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. જેમાં પૂનમની રાત્રીએ એટલે કે, તા.પાંચ અને તા.છઠ્ઠીની રાત્રીએ નિશાચરપ્રાણીઓમાં દિપડો, વરૃ, શિયાળ, લોકડી, જંગલી બિલાડી, ઘુવડ, વણીયર, ઝરખ સહિત અન્ય વન્યપ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત તા.૮મીને સોમવારે મોર, વાંદરા તથા તૃણાહારી પ્રાણીઓ એટલે કે, નિલગાય-હરણ સહિતના પ્રાણીઓની ગણતરી પણ કરાશે. આ અંગે વનવિભાગના ૧૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓને નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી છે અને ચોક્કસ વસ્તી ગણતરી થાય તે માટે કયા કયા પ્રકારની કાળજી લેવી તેનાથી સ્ટાફને માહિતગાર પણ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં, જરૃર પડે તો આ વસ્તી ગણતરીની કામગીરીમાં વોલીએન્ટર્સને પણ જોડવામાં આવશે અને તેમનેપણ તાલીમ આપવામાં આવશે.

 ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સાયટીંગ મેથર્ડથી વસ્તી ગણતરી હાથ ધરાશે

આ અંગે ગાંધીનગર જિલ્લા વનસંરક્ષકે જણાવ્યું હતું કે, વન્યપ્રાણીઓની ગણતરી કરવાની બે પધ્ધતીઓ છે. જે અંગે સ્ટાફને માહિતગાર કરીને તાલીમ પણ આપવામાં આવી છે. એક ડાયરેક્ટર સાયટીંગ મેથર્ડ છે જેમાં ટ્રાન્જેક્ટ સિસ્મટ પ્રમાણે એક પોઇન્ટથી બીજા પોઇન્ટ સુધી સ્ટાફ બ્રમણ કરીને પ્રાણીઓની ગણતરી કરે અને તેમાં બીજી સિસ્ટમ બ્લોક-પોઇન્ટની છે જેમાં જે તે વિસ્તાર નક્કી કરીને તેની અંદર જ સ્ટાફ કોઇ ચોક્કસ સમયે ગણતરી કરે.આ ઉપરાંત ઇન્ડાયરેક્ટર સાયટીંગમાં પ્રાણીઓના પગમાર્ક, હગાર, અવશેષો, મારણ તથા આસપાસના વિસ્તારના લોકોની પુછપરછ કરીને ગણતરી કરવામાં આવે છે. ખાસ કરીને પાણીના પોઇન્ટ પાસે માચડો બાંધીને કે દૂરથી વોચ કરીને પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે તે અસરકારક છે તેમ નિષ્ણાંતોનું માનવું છે.


Google NewsGoogle News