હરણી લેક ઝોન દુર્ઘટનામાં CCTV બંધ, સંચાલકો સામે વધુ એક FIR
વડોદરા,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર
વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનાના બનાવમાં કોટિયા પ્રોજેક્ટના સંચાલકો સામે વધુ એક ગુનો નોંધાયો છે.
હરણી લેક ઝોનમાં પિકનિક પર ગયેલા વિદ્યાર્થીઓની બોટ ઉંધી પડી જતા 12 બાળકો સહિત 14 ના મોત નીપજ્યા હતા. આ બનાવમાં મે.કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સંચાલક બિનિત કોટીયા સહિત સાત સંચાલકોની ધરપકડ કરી છે.
આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન લેકઝોનના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જણાઈ આવતા પોલીસે તમામ ભાગીદારો તેમજ બોટ ઓપરેટર સહિતના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કર્યો છે.