PMO ના નામે રોફ ઝાડતા મયંક તિવારીના બંગલા પર CBIનો છાપો,આઠ કલાક સર્ચ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
PMO ના નામે રોફ ઝાડતા મયંક તિવારીના બંગલા પર CBIનો છાપો,આઠ કલાક સર્ચ 1 - image
symbolic
વડોદરાઃ આંખની હોસ્પિટલના સંચાલકને રૃપિયાની લેવડદેવડના મુદ્દે સમાધાન કરી લેવા માટે પીએમઓના નામે ધમકાવનાર ઠગ મયંક તિવારીના નિવાસ્થાને આજે સીબીઆઇની ટીમે સર્ચ કર્યંુ હતું.

વડોદરાની ડો.અગ્રવાલ હોસ્પિટલના એમડી ડોક્ટર તેમજ અન્ય એક હોસ્પિટલ વચ્ચે ચાલતા રૃ.૧૬.૪૩ કરોડની લેતીદેતીના વિવાદમાં પીએમઓના નામે રોફ ઝાડવા બાબતે બહુચર્ચિત બનેલા સમા વિસ્તારની રાંદલધામ સોસાયટી ખાતે રહેતા મયંક તિવારી સામે સીબીઆઇમાં ફરિયાદ નોંધાઇ હતી.

મયંક તિવારીએ સોશ્યલ મિડીયાના સ્ટેટસ આઇકોનમાં પણ અશોક સ્તંભનો લોગો લગાવ્યો હતો અને શિક્ષણ વિભાગમાં કોઇ પણ પ્રકારની મંજૂરી લાવી આવવાની પણ મોટી વાતો કરી હતી.

આંખની હોસ્પિટલના વિવાદમાં તેની સામે કેસ થતાં સીબીઆઇની એક ટીમ પુરાવા એકત્રિત કરવા માટે કવાયત કરી રહી છે.પોલીસની ટીમે આજે સમા વિસ્તારના રાંદલધામ સોસાયટી ખાતેના મકાનમાં છ થી આઠ કલાક સુધી સર્ચ કર્યું હોવાની બિનસત્તાવાર માહિતી મળી છે.


Google NewsGoogle News