ડીવોર્સી મહિલાના માથામાં સિંદૂર પુરી બળાત્કાર ગુજારી સબંધ તોડી નાંખનાર યુવક પકડાયો

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ડીવોર્સી મહિલાના માથામાં સિંદૂર પુરી બળાત્કાર ગુજારી સબંધ તોડી નાંખનાર યુવક પકડાયો 1 - image

વડોદરાઃ ફેસબુકના માધ્યમથી પરિચયમાં આવેલી ડીવોર્સી મહિલાને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર પરિણીત યુવકની અકોટા પોલીસે ધરપકડ કરી છે.

મહિલાએ પોલીસને કહ્યું હતું કે,તરૃણ સવાભાઇ પટેલે અલકાપુરીની હોટલમાં રૃમ રાખી મારી મરજી વિરૃધ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો.ત્યારબાદ મારા માથે સિંદૂર પુરી લગ્નની ખાતરી આપી ચાર ધામની યાત્રા દરમિયાન પણ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

અકોટાના પીઆઇ વાય જી મકવાણા અને ટીમે આ અંગે બળાત્કારનો ગુનો નોંધી ટેકનિકલ સોર્સને આધારે તરૃણ પટેલ(અવધપુરી સોસાયટી,બાવળા, અમદાવાદ મૂળ રહે.ટુણાદર ગામ,અરવલ્લી) ની ધરપકડ કરી છે.


Google NewsGoogle News