Get The App

ચેન્નાઇ અને લખનૌની મેચ પર સટ્ટો રમતા ઝડપાયો

સટ્ટા માટે આઇ.ડી.વેચાતી આપનાર સટોડિયાની શોધખોળ

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News

 ચેન્નાઇ અને લખનૌની મેચ પર સટ્ટો રમતા ઝડપાયો 1 - imageVadodara News : આઇ.પી.એલ. ની મેચ પર સટ્ટો રમતા જુગારીને વારસિયા પોલીસે ઝડપી પાડી મોબાઇલ અને રોકડા કબજે કર્યા છે.

વારસિયા પોલીસને માહિતી મળી હતી કે, ન્યૂ કલ્યાણી હોલ ધોબી તળાવ પાસે હિતેશ જયરામદાસ બીખાની ( રહે. દેવી નારાયણ ટાવર, વારસિયા)  આઇ.પી.એલ.ની ચૈન્નાઇ સુપર કિંગ્સ તથા લખનૌ સુપર જાયન્ટની મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા હિતેશ મળી આવ્યો હતો. તેની પાસેથી રોકડા 11,450 મળી આવ્યા હતા. તેમજ મોબાઇલમાં ક્રિકેટ સટ્ટાની આઇ.ડી.ખુલ્લી હતી. જેમાં 97,580 રૂપિયા બેલેન્સ હતું. તેણે પોલીસને કહ્યું હતું કે, સટ્ટો રમવા માટે આઇ.ડી. ભરત ચેલાની પાસેથી લીધો છે. જેથી, પોલીસે  ભરત ચેલાનીની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News