વડોદરા જિલ્લામાં ફરી ઢોર ચોર ટોળકી સક્રિય : દશરથ ગામે તબેલામાં બાંધેલા ત્રણ પશુઓની ચોરી
image : Freepik
વડોદરા,તા.16 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરા નજીકના દશરથ ગામમાં બનાવેલા તબેલામાંથી પશુ ચોર ટોળકી ત્રણ પશુઓની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જેથી પશુપાલકે છાણી પોલીસ સ્ટેશનમાં ત્રણ પાસે મળી 1.50 લાખની માતાની ચોરીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા જિલ્લાના દશરથ ગામે ગરાસીયા ટેકરામાં રહેતા વિક્રમસિંહ અજીતસિંહ વાઘેલા ખેતીકામ કરે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મારું ખેતર દશરથ ગામના તળાવ નજીક આજોડ તરફ જતાં રોડ પાસે આવેલ છે. અમારા ખેતરમાજ તબેલો બનાવેલો જેમાં ત્રણ નાના અને ત્રણ દુધાળા પશુઓ રાખ્યા હતા. જ્યારે રાત્રે ઘરે આવીએ ત્યારે ખેતરનો તબેલો બંધ કરી બહાર લોખંડનો ગેટ બંધ કરી ઘરે આવીએ છીએ. ગત તા. 05/06/2023 ના રોજ સાંજના ત્રણ પશુઓનુ દુધ કાઢયા બાદ તબેલામા પશુઓ બાધી ગેટ બંધ કરી ઘરે આવી ગયા હતા. દરમિયાન મારા બે અને સવીતાબેન વાઘેલાનું એક મળી ત્રણ પશુઓની ચોરી કરી લઈ ગયા હતા. છાણી પોલીસે પશુ ચોરોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.