ખેડૂતની બાઇકની ડીકીમાંથી રોકડા બે લાખની ચોરી

જમીન વેચાણના રૃપિયા બેન્કમાં જમા કરાવવા માટે નીકળ્યા હતા

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News

વડોદરા,ખેડૂતની બાઇકની ડીકીમાંથી રોકડા બે લાખની ચોરી 1 - imageજમીન વેચાણના આવેલા રૃપિયા બેન્કમાં જમા કરાવવા માટે નીકળેલા ખેડૂતની બાઇકની ડીકીમાંથી કોઇ ચોર લઇ ગયો હતો. જે અંગે વાડી  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 કપુરાઇ ગામમાં રહેતા ભરતભાઇ પરસોત્તમભાઇ પરમાર ખેતી કામ કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે, ગઇકાલે હું મારી બાઇક લઇને જમીનના આવેલા રોકડા ૬ લાખ રૃપિયા જમા કરાવવા માટે નીકળ્યો હતો. પ્રતાપનગર સ્ટેટ બેન્કમાં બે લાખ જમા કરાવીને મેં બીજા બે લાખ યુનિયન બેન્કમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ હું બેન્ક ઓફ બરોડામાં ગયો હતો. ત્યાં ભીડ વધારે હોવાથી ટોકન લઇને હું રૃપિયા બાઇકની ડીકીમાં મૂકીને ચોખંડી શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન મારી બાઇકની ડીકીમાંથી કોઇ ચોર બે લાખ રૃપિયા, બેન્કની પાસબૂક, તથા મોબાઇલ ફોન ચોરી ગયો હતો. બનાવ અંગે વાડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News