બસમાં ચઢતા સમયે મહિલાના પર્સમાંથી રોકડા અને મોબાઇલની ચોરી

બીમાર ભાણેજની સારવાર માટે મહિલા જંબુસરથી વડોદરા આવી હતી

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News

વડોદરાબસમાં  ચઢતા સમયે મહિલાના પર્સમાંથી રોકડા અને મોબાઇલની ચોરી 1 - image,કીર્તિ સ્થંભ બસ સ્ટેન્ડ પાસેથી બસમાં ચઢતી મહિલાના ખભા પર લટકાવેલા પર્સમાથી ચોર રોકડા અને મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૩૩,૫૦૦ ની મતા ચોરી ગયો હતો.

ભરૃચ જિલ્લાના જંબુસરમાં ઓમકાર નગરમાં રહેતા મેઘાબેન મગનભાઇ પરમાર આઇ.સી.ડી.એસ. વિભાગ જંબુસર ખાતે આંકડા મદદનીશ તરીકે નોકરી કરે છે. નવાપુરા  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧ લી ઓક્ટોબરે હું મારા સગાભાઇ અજીત મગનભાઇ પરમારના બીમાર  પુત્રની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવી હતી. સાંજે સાત વાગ્યે હું ઘરે પરત જવા માટે કીર્તી સ્થંભ બસ સ્ટેન્ડ ખાતે આવી હતી. જંબુસર જવાના બસ સ્ટેન્ડ પર બસ આવતા હું બસમાં ચઢતી હતી. તે સમયે મારા ખભા પર પર્સ લટકાવ્યું હતું. તે બેગમાં મારૃં પર્સ હતું. બસની ટિકીટના પૈસા આપવા માટે પર્સ જોયું તો ચેન ખુલ્લી હતી. તેમાંથી મારૃં ક્રીમ કલરનું પર્સ ગૂમ હતું. બસમાં ચઢતા સમયે કોઇ ચોર મારા પર્સમાંથી રોકડા ૧૧,૫૦૦, અને એક મોબાઇલ ફોન ચોરી ગયો હતો.


Google NewsGoogle News