વ્યાજખોરની ધમકી : તારા મા-બેનને વેચીને પણ રૂપિયા વસૂલ કરીશ, વ્યાજખોર સામે ગુનો દાખલ
Vadodara Crime : વડોદરામાં તરસાલી વિસ્તારના વિશાલ નગરમાં રહેતા કમલેશ રાજેન્દ્રભાઈ રાજપુત ભવન સ્કુલ પાસે ભજીયાની લારી ચલાવે છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું શરૂઆતમાં સિવિલ કોન્ટ્રાક્ટનું કામ કરતો હતો. કોરોનામાં કોન્ટ્રાક્ટનું કામ બંધ થઈ જતા અને મારી માતા બીમાર પડતા મારી બચતની તમામ મૂડી ઘર ખર્ચ અને દવાખાના ખર્ચમાં થઈ ગઈ હતી. જેથી અમે વ્યાજે રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. મારી સોસાયટીમાં રહેતા અને વ્યાજે રૂપિયા આપતા મનીષ ઠાકરે પાસેથી માર્ચ 2021માં 30 હજાર રૂપિયા 10% ના માસિક વ્યાજ લીધા હતા અને સિક્યુરિટી પેટે બેંકનો ચેક મનીષ ઠાકરેને આપ્યો હતો.
ત્યારબાદ મેં 2022 સુધીમાં દર મહિને વ્યાજના ત્રણ હજાર રૂપિયા ચૂકવતો હતો. મેં વ્યાજના 36000 રૂપિયા ચૂકવ્યા હતા પરંતુ મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય વ્યાજ આપવાનું બંધ કર્યું હતું. મનીષ અવારનવાર મને ફોન કરીને વ્યાજ સહિતના રૂપિયાની માંગણી કરતો હતો અને મારવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતો હતો.
મનીષ ઠાકરે મારા દીકરાને દુકાને બોલાવી બે-ત્રણ લાફા મારી કહ્યું હતું કે રૂપિયા નહીં આપે તો તારી મોટરસાયકલ લઈ લઈશ અને તારા મા-બેનને વેચીને પણ રૂપિયા વસૂલ કરીશ. ત્યારબાદ તારીખ 13-6-2022 ના રોજ મને નોટિસ મળેલી જે નોટિસ કુનાલ સીકલીગર(રહેવાસી વિશાલનગર, તરસાલી) એ તેના વકીલ મારફતે મોકલી હતી. અને તેમાં લખ્યું હતું કે વર્ષ 2016 થી 2019 ના જાન્યુઆરી દરમિયાન 1.30 લાખ રૂપિયા હાથ ઉછીના લીધા છે તેની સામે સિક્યુરિટી પેટે ચેક આપ્યો છે.
કૃણાલને હું ક્યારે મળ્યો નથી કે ઓળખતો નથી પરંતુ જે ચેકની વિગત હતી તે ચેક મેં અગાઉ મનીષ ઠાકરેને આપ્યો હતો. કુણાલે 1:30 લાખની રકમ મારા ચેકમાં ભરી બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવ્યો હતો અને મારી સામે ચેક રિટર્નનો કેસ કર્યો હતો