વિદ્યાર્થિનીને અશ્લીલ સવાલો પૂછનાર ટયુશનવાન ચાલક સામે ગુનો દાખલ
ગાંધીનગરના સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
ગુમસૂમ રહેતી સગીરાને માતાએ પૂછપરછ કરતા હકીકત વર્ણવી : આરોપીની ધરપકડ માટે મથામણ
ગાંધીનગર : ગાંધીનગર શહેરના ટયુશન ક્લાસીસમાં વાન મારફતે જતી સગીર વિદ્યાર્થીનીને વાનમાં ચાલક દ્વારા અશ્લીલ સવાલો પૂછવામાં આવ્યા હતા. જે સંદર્ભે સગીરાએ માતાને હકીકત વર્ણવતા સેક્ટર ૨૧ પોલીસ મથકમાં વાન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હાલમાં ગાંધીનગર શહેરની અંદર ખાનગી શાળાઓની સાથે ખાનગી
ટયુશન ક્લાસીસની પણ સંખ્યા વધી રહી છે ત્યારે આ ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓને
લાવવા લઈ જવા માટે વાનની વ્યવસ્થા પણ આપવામાં આવતી હોય છે ત્યારે ગાંધીનગર શહેરના
સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા આ ટયુશન ક્લાસમાં વાન
મારફતે આવતી જતી હતી તે દરમિયાન વાવોલ ખાતે રહેતા વાનના ચાલક દ્વારા તેણી સાથે
અશ્લીલ વાતો કરવામાં આવતી હતી અને તેને પ્રશ્ન પણ પૂછવામાં આવતા હતા. જેથી તે ડગાઈ
ગઈ હતી અને ગુમસૂમ રહેવા લાગી હતી. જેના પગલે તેની માતા દ્વારા આ સગીરાની પૂછપરછ
કરવામાં આવતા તેણીએ વાનના ચાલક દ્વારા કરવામાં આવેલી વાતચીત જણાવી હતી. જેના પગલે
તેની માતા પણ ચોકી ઉઠી હતી જેથી આ સંદર્ભે ગાંધીનગરમાં સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં
વાનચાલક સામે ફરિયાદ આપતા પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને વાનચાલકની ધરપકડ
માટે મથામણ શરૃ કરી છે