વાઘોડિયાના સાંગાડોલ ગામે એક જ જમીનનો બે વખત વેચાણ દસ્તાવેજ : ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
વાઘોડિયાના સાંગાડોલ ગામે એક જ જમીનનો બે વખત વેચાણ દસ્તાવેજ : ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ 1 - image

image : Freepik

- વાઘોડિયાના સાંગાડોલ ગામે આવેલી જમીનનો બે વખત વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો જે અંગે જમીન દલાલ સહિત ત્રણ આરોપીઓ સામે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે

વડોદરા,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર

વાઘોડિયા તાલુકાના લીમડા ગામે રહેતા દિનેશભાઈ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા પિતા ગફુરભાઈ વસાવાનું મરણ થયું છે અને મારી માતા કાશીબેન ઘર કામ કરે છે. અમે બે ભાઈ બહેન છીએ. વર્ષ 2017 માં ભલાભાઇ ચંદુભાઈ રાઠોડીયા તથા સોમાભાઈ મયજીભાઈ રાઠોડ ગામે આવેલી જગ્યા વેચાણ દસ્તાવેજથી રાખી હતી. આ જમીનની કાર્યવાહી કરવા માટે મારા બનેવીના મોટાભાઈ પ્રભુદાસ જમનાદાસ ભાલોડીયાને પાવર ઓફ  છ વર્ષ માટે એટર્ની આપી છે એવું 2016 માં મારા બહેનના જેઠ પ્રભુદાસ જમનાદાસ બાલોડીયાએ મને કહ્યું હતું કે થોડી ઘણી જમીન વેચાણથી લેવાની છે મેં મારા મિત્ર અને જમીનનું કામ કરતા ભાઈલાલ વલ્લભભાઈ રાઠોદિયા રહેવાસી કમલાપુરા ગામ વાઘોડિયાને આ બાબતે વાત કરી હતી. તેઓએ અમારી મુલાકાત વાઘોડિયા તાલુકાના મહુડીપુરા ગામે રહેતા નજર મહંમદ સુલેમાનભાઈ પઠાણ સાથે કરાવી હતી. રણજીતસિંહ નારણસિંહ સોલંકી તથા સોમાભાઈ મયજીભાઈ રાઠોડિયા તથા નજર મોહમ્મદે ભેગા મળીને સાંગાડોલ ગામે આવેલી જમીનનો રેકોર્ડ પ્રમોલગેશન થયા બાદ તેના બે સર્વે નંબર અસ્તિત્વમાં આવ્યા હતા. આ જમીનનો અગાઉ દસ્તાવેજ કર્યો હોવાનું રણજીતસિંહ સોલંકી જાણતો હોવા છતાં તેને તે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લઈ જમીન મહેન્દ્રભાઈ મંગળભાઈ પટેલને 5.91 લાખમાં વેચાણ આપી દીધી હતી.


Google NewsGoogle News