Get The App

વડોદરાના ગોરવા પંચવટી રોડ પર આવેલી સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સાથે કેરીયર ઝડપાયો

Updated: Dec 13th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરાના ગોરવા પંચવટી રોડ પર આવેલી સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સાથે કેરીયર ઝડપાયો 1 - image

image : freepik

- ગાંજો સપ્લાય કરનાર વડુના સૈયદ સલીમને વોન્ટેડ જાહેર કર્યો

વડોદરા,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર

વડોદરા ગોરવા પંચવટી રોડ પર આવેલી સોસાયટીના રહેણાક મકાનમાં ગોરવા પોલીસે રેડ કરીને 16 હજારના ગાંજા સાથે કેરીયરનો ઝડપી પાડ્યો હતો. ગાંજો, મોબાઇલ સહિત 21 હજારનો મુદ્દામાલ કબજે કરી વડુના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.

ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફ મંગળવારે વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરીમાં હતા. તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે પંચવટી રિફાઇનરી રોડ પંચવટી સોસાયટીના મકાન નંબર 49માં રહેતો અશોકભાઈ માણેકલાલ જોષી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો સૈયદ સલીમ ઉર્ફે બાપુ વડુ ગામ વાળા પાસેથી લાવ્યો હતો અને હાલમાં તેના ઘરમાં ગાંજાનો જથ્થો મુકી રાખ્યો હતો. જેમાંથી છુટક પડીઓમાં ગાંજાનું વેચાણ કરે છે. જેના આધારે ગોરવા પોલીસની ટીમે બાતમી મુજબના મકાનમાં રેઇડ કરી હતી. દરમિયાન ઘરમાંથી  ગાંજો વજન 1,628 કિલો ગ્રામ કિ.રૂ.16,028ના જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો જથ્થો, એક મોબાઇલ સહિત 21 હજારના મુદ્દામાલ સાથે અશોક જોષીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ગાંજાનો સપ્લાય કરનાર સૈયદ સલીમ ઉર્ફે બાપુ (રહે.વડુ)ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :