સયાજીમાં આવતા દર્દીઓના સગા માટે કાર્ડ સિસ્ટમ શરૃ થશે
લીલા કલરનું કાર્ડ દર્દી સાથે રહેનાર તથા પીળા કલરનું કાર્ડ મુલાકાતીઓ માટે
વડોદરા,સયાજી હોસ્પિટલના રૃકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં દાખલ દર્દીઓ સાથે રહેનાર તથા મુલાકાત માટે આવતા સગાઓ માટે કાર્ડ સિસ્ટમ શરૃ કરવામાં આવી છે.
સયાજી હોસ્પિટલમાં રૃકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં દાખલ થતા દર્દી સાથે રહેનાર માટે લીલા કલરનું કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ ફક્ત એક જ સગા માટે માન્ય રહેશે. જ્યારે દર્દીને મળવા આવનાર સગા માટે પીળા કલરનું કાર્ડ આપવામાં આવશે.આ કાર્ડ ફક્ત એક જ મુલાકાતી માટે મુલાકાતના સમય માટે માન્ય રહેશે. મુલાકાતનો સમય બપોરે ચાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનો રહેશે. આ સિસ્ટમનો હેતુ એ છે કે, આ વિભાગમાં પ્રસૂતાઓ હોય છે. તેમજ નવા જન્મેલા બાળકો હોય છે. તેઓને કોઇનો ચેપ ના લાગે તેમજ સગાઓનું ક્રાઉડ વધે તો અવ્યવસ્થા સર્જાતી હોય છે. તેને અટકાવવાનો છે. ધીરે ધીરે આ સિસ્ટમ તમામ વિભાગમાં દાખલ કરાશે.