વાઘોડિયા નજીકના ખટંબા ગામેથી કારની ઉઠાંતરી

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
વાઘોડિયા નજીકના ખટંબા ગામેથી કારની ઉઠાંતરી 1 - image

image : Freepik

વડોદરા,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

વાઘોડિયા નજીકના ખટંબા ગામેથી કારની ઉઠાંતરી થતા ફરિયાદ નોંધાવાઈ છે.

મળતી વિગત મુજબ વાઘોડિયા તાલુકાના આમોદર ગામના ગોલ્ડન વેલી સોસાયટીમાં રહેતા 57 વર્ષીય પ્રકાશ પાટીલે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે 16 મી તારીખે બપોરે સાડા ત્રણ વાગ્યે તેઓ ખટંબા ગામે હિમાલય પાર્ટી પ્લોટ ગયા હતા. અને પોતાની મારુતિ કાર લોટ નજીક પાર્ક કરી હતી જે સાંજે 7:00 વાગ્યા સુધીમાં કોઈ ચોર ઉઠાવી જતા ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News