જાહેર રોડ પર કાર રેસ : ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતા ચાલકો : નશો કરેલી હાલતમાં હોવાનું જણાયું

Updated: May 10th, 2024


Google NewsGoogle News
જાહેર રોડ પર કાર રેસ : ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતા ચાલકો : નશો કરેલી હાલતમાં હોવાનું જણાયું 1 - image


Drink and Drive Vadodara : વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ગત રાત્રે બે કાર વચ્ચે રેસ લાગી હતી જેમાં બંને ચાલકો દ્વારા ફુલ સ્પીડે કાર દોડાવી ટ્રાફિક ના નિયમોના સરેઆમ લીરેલીરા ઉડાવ્યા હતા. જેમાં એક કાર ચાલક તો રોંગ સાઈડ પૂર ઝડપે ગાડી દોડાવતો નજરે પડે છે. ત્યારે જોખમી રીતે કાર ચલાવનાર બંને શખ્સો નશો કરેલી હાલતમાં હોવાનું પ્રાથમિક તબક્કે જણાવી રહ્યુ છે. ત્યારે પોલીસ દ્વારા ચાલકો સામે કાર્યવાહી કરાશે તે જોવું રહ્યું.

વડોદરા શહેરમાં વાહનચાલકો બેફામ બન્યા છે અને ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. પોલીસ સમયાંતરે આ વાહનચાલકો સામે કાર્યવાહી કરતી રહેતી હોય છે અને તેમને પકડી તેમના વાહનો સામે ડીટેન સહિતની દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. તેમ છતાં બે ફાર્મ વાહન ચલાવતા ચાલકો સુધારવાનું નામ દેતા નથી. તાજેતરમાં પણ વડોદરા શહેરમાં નશેબાજ ચાલકો દ્વારા વાહન ચાલકો સહિત રાહદારીઓને અડફેટે લીધા હોવાના અને કિસ્સા બની ચૂક્યા છે. હિટ એન્ડ રન અને ડ્રીંક એન્ડ ડ્રાઇવના પણ ઘણા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે સુભાનપુરા વિસ્તારમાં બે કારના ચાલકો એ ગત રાત્રે પૂર ઝડપે કાર દોડાવવાની રેસ રાખી હતી. જેમાં એક ચાલક રોંગ સાઈડ પર ફુલ સ્પીડે કાર દોડાવતો નજરે પડી રહ્યો છે. આ બંને કાર ચાલકો દ્વારા અને વાહન ચાલકો માટે જોખમી જોખમી રીતે કાર્ડ દોડાવી હોય ત્યારે પોલીસ દ્વારા આ બંને ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે?


Google NewsGoogle News