રૃપિયા ૧.૯૭ લાખનો વિદેશી દારૃ, બિયર ભરેલી ગાડી પકડાઇ : બે ખેપિયાની ધરપકડ
રાજસ્થાનથી બુટલેગરે દારૃ મોકલાવ્યો હતો
સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો : દારૃનો જથ્થો અમદાવાદ પહોંચાડવાનો હતો
ગાંધીનગર : રાજસ્થાનથી વિદેશી દારૃ ભરીને અમદાવાદ જવા નીકળેલી કીઆ ગાડીને સ્ટેટ મોનીટરિંગ સેલની પોલીસ દ્વારા ગાંધીનગરના સોનારડા ગામ પાસે આંતરીને તેની તલાસી લેતાં તેમાંથી રૃપિયા ૧.૯૭ લાખની કિંમતનો વિદેશી દારૃ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૃનો જથ્થો પહોંચાડવા જતાં બે ખેપિયાની ધરપકડ કરીને રૃપિયા ૧૦ લાખની કાર પણ જપ્ત કરીને આ સંબંધે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સટેબલ
જયદિપસિંહ મૈસુરસિંહને સફેદ રંગની કીઆ ગાડીમાં વિદેશી દારૃની હેરાફેરી થઇ રહ્યાની માહિતી
મળી હતી. બાતમીદારે ઉપરોક્ત ગાડી પાલનપુરથી ઉંઝા તરફ જવાની હોવાનું પણ જણાવતા દહેગામથી
અમદાવાદ તરફના રોડ પર ખાનગી વાહનોની આડશ કરીને વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ઉપરોક્ત
ગાડી આવતા પકડી પાડવામાં આવી હતી. પોલીસે તેના ડ્રાઇવર નરસિંગારામ, કરનારામ જાટ અને ક્લીનરચોખારામ
તેજારામ જાટની ધરપકડ કરી હતી. બન્ને રાજસ્થાનના બાડમેર પંથકના રહેવાસી છે. બી અન્ના
ઉર્ફે માનસિંગ શંકરલાલ ડામોરે તેને દારૃનો જથ્થો અમદાવાદમાં દાસ્તાન ચોકડી સુધી પહોંચાડવા
માટે રૃપિયા ૫ હજાર અને કિલીનરને રૃપિયા ૩ હજાર આપીને દારૃ ભરેલી ગાડી વિજયનગરથી સોંપી
હતી.