ભાજપના કાર્યકર સચીનના હત્યારાઓને જલ્દી સજા મળે તે માટે કેન્ડલ માર્ચ,ગમગીન દ્શ્યો સર્જાયા
વડોદરાઃ સચીન ઠક્કરને ન્યાય અપાવવા માટે આજે લોહાણા સમાજ મારફતે રેસકોર્સ ટ્રાઇડેન્ટ સર્કલ પાસેથી આજે સાંજે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.જેમાં સચીનના પત્ની અને સમાજના લોકો સહિત આમ જનતા મોટી સંખ્યામાં સામેલ થયા હતા.માર્ચ દરમિયાન લોકોની આંખો ભીંજાઇ હતી અને ગમગીન દ્શ્યો જોવા મળ્યા હતા.
માર્ચમાં રાવપુરાના ધારાસભ્ય,પૂર્વ સાંસદ અને ભાજપના કાઉન્સીલર સહિતના આગેવાનો જોડાયા હતા.કેન્ડલ માર્ચમાં જોડાયેલા લોકોની એક જ માંગણી હતી કે,સંસ્કારી નગરીમાં આવી ઘાતકી હત્યા કરનારાઓને જેમ બને તેમ વહેલી અને દાખલો બેસે તેવી સજા મળવી જોઇએ.
સચીનની હત્યા પૂર્વયોજિત,કલમનો ઉમેરો
સચીન ઠક્કરની હત્યાનો બનાવ પૂર્વયોજિત હોવાનું પોલીસ માની રહી છે.જેથી પોલીસે આ બનાવમાં પૂર્વયોજિત કાવતરાની કલમ ૧૨૦ બીનો ઉમેરો કરતો રિપોર્ટ કોર્ટને કર્યો છે.