Get The App

દુર્ઘટના બને પછી જ તંત્ર દોડતું થાય છે,તરસાલીના કાર અકસ્માત બાદ હાઇવે પર પાર્ક થતા વાહનો પર તવાઇ

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
દુર્ઘટના બને પછી જ તંત્ર દોડતું થાય છે,તરસાલીના કાર અકસ્માત બાદ હાઇવે પર પાર્ક થતા વાહનો પર તવાઇ 1 - image
symbolic
વડોદરાઃ મોટી દુર્ઘટના બને તે પછી તંત્ર દોડતું થતું હોવાના કિસ્સા વારંવાર જોવા મળતા હોય છે.તરસાલી હાઇવે પર ગઇરાતે આવી જ એક દુર્ઘટના બાદ પોલીસે ગેરકાયદે પાર્ક થતા વાહનો સામે ઝુબેશ શરૃ કરવાનો નિર્ણય લીધો છે.

કોઇ પણ મોટી દુર્ઘટના બન્યા બાદ તંત્ર એક્શનમાં આવે તેના કરતાં દુર્ઘટના પહેલાં જો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો અનેક લોકોની જિંદગી બચી જાય તેમ છે.તાજેતરમાં જ હરણીની બોટ દુર્ઘટનામાં ૧૪ નિર્દોષો ડૂબી જવાના બનાવ બાદ કોર્પોરેશને રાત્રિ બજાર બધ કરાવી દીધું હતંબ અને સુરસાગર તળાવમાં પણ બોટિંગ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ગઇકાલે તરસાલી-જામ્બુવા વચ્ચે આવી જ રીતે કોઇ પણ જાતની ચેતવણી વગર ગેરકાયદે પાર્ક થયેલા લોડેડ ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના પાંચ સદસ્યોના મોત થયા હોવાનો કમનશીબ બનાવ બન્યો હતો.

આ બનાવ બાદ તંત્ર ફરી એક વાર દોડતું થયું છે અને હાઇવે પર ગેરકાયદે રીતે કલાકો સુધી પાર્ક થતા  ભારદારી વાહનો સામે ઝુંબેશ ઉપાડવાનો નિર્ણય લેવાયો છે. આવા બેદરકાર વાહનચાલકો સામે દંડ વસૂલવા તેમજ વાહન ડિટેન કરવા જેવી કાર્યવાહી કરવામાં આવનાર છે.


Google NewsGoogle News