Get The App

વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા વીજળીના થાંભલા, સરકારી મિલકતો પરથી પર ગેરકાયદે લટકતા કેબલો કાપી નંખાયા

Updated: May 15th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા વીજળીના થાંભલા, સરકારી મિલકતો પરથી પર ગેરકાયદે લટકતા કેબલો કાપી નંખાયા 1 - image

Image : Freepik

Vadodara News : વડોદરા શહેરના ઉત્તર વિભાગમાં નરહરી હોસ્પિટલથી બાલ ભવન સુધીના જાહેર રસ્તા પર આવેલા થાંભલાઓ સહિત જાહેર સરકારી મિલકતો પર અને રોડ રસ્તા પર બામ્બુના સહારે બાંધેલા ખાનગી કેબલ ઓપરેટરના વાયરો અને મેન્ટલ હોસ્પિટલ થી વુડા સર્કલ સુધીના વિસ્તારમાંથી પણ ગેરકાયદે લટકતા વાયરો પાલિકા તંત્ર દ્વારા કાપી નાખવામાં આવ્યા છે.

શહેરભરમાં વીજળીના થાંભલા પર તથા અન્ય સરકારી મિલકતો પર નંખાયેલા ખાનગી કેબલો કાપવાની કાર્યવાહી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. ખાનગી કેબલ ઓપરેટરો શહેરના વિવિધ વિસ્તારમાં પોતાની ખાનગી ટીવી ચેનલો ચલાવવા બાબતે ગ્રાહકો માટે કનેક્શન લગાવે છે આ અંગે એક મકાનથી બીજા મકાન અને ઠેર ઠેર ખાનગી કેબલ ઓપરેટરો વીજ કંપનીના થાંભલા સહિત જાહેર સરકારી મિલકતો અને ખાનગી મિલકતો પર પણ પોતાના કેબલો લટકાવી દેતા હોય છે. 

એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે રોડ ક્રોસ કરવાના ઇરાદે કેબલ વાયરો વીજ થાંભલે બાંધવામાં આવે છે. વીજ થાંભલે ગેરકાયદે કે બોલો બાંધવા મજૂરો પાસે જાનના જોખમે કામગીરી કરાવતા હોય છે. વીજ થાંભલે અને સરકારી મિલકતો સહિત જાહેર રોડ રસ્તા પરથી પસાર થતા ખાનગી કેબલ ઓપરેટરોના વાયરો બાબતે પાલિકા તંત્રની કોઇ પરમિશન કેબલ ઓપરેટરો દ્વારા લેવામાં આવતી નથી. રોડ રસ્તા વચ્ચેથી પસાર થતા કેબલો ઘણીવાર એટલા નીચા નમી જાય છે કે વાહન અકસ્માત થવાની સતત દહેશત રહ્યા કરે છે.

શહેરભરમાં આવા ગેરકાયદે બાંધવામાં આવેલા કાપવાની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં ફતેગંજની નરહરી હોસ્પિટલથી બાલ ભવન સુધી અને કારેલીબાગની માનસિક આરોગ્ય સેવાની હોસ્પિટલથી વુડા સર્કલ સુધીમાં જાહેર રોડ રસ્તાના વીજ થાંભલે બાંધવામાં આવેલા આવા કેબલો પાલિકાની દબાણ શાખાની ટીમે કાપી નાખ્યા છે. 

શહેરના વિવિધ વિસ્તારોમાં આવા ગેરકાયદે લટકતા કેબલો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પણ આજે કાર્યરત થઈ હતી. જ્યાં જાહેર રોડ રસ્તા પર વીજળીના થાંભલા કે સરકારી મિલકતો સહિત બામ્બુના સહારે બાંધેલા આવા કેબલ વાયરો પાલિકાની દબાણ શાખાએ કાપીને કબજે લઈ પાલિકા સ્ટોરમાં જમા કરાવવામાં આવ્યા હતા.


Google NewsGoogle News