બી ઝેડ ફાઇનાન્સની વડોદરા ઓફિસંં પણ સી.આઇ.ડી. તપાસ
સી.આઇ.ડી.ને રેડ પછી ઓફિસ બંધ
વડોદરા,ત્રણ વર્ષમાં રૃપિયા ડબલ કરવાની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૃપિયા ઉઘરાવી બી ઝેડ ફાઇનાન્સ કંપનીની વડોદરામાં સમા - સાવલી રોડ પર આવેલી ઓફિસ પર તપાસ માટે સી.આઇ.ડી.ની ટીમ આવી હતી.
સી.આઇ.ડી. ક્રાઇમને થોડા સમય પહેલા એક અરજી મળી હતી. આ અન્નોન અરજદારવાળી અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, બી ઝેડ ફાઇનાન્સ કંપનીના સંચાલક દ્વારા ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૃ કરી એજન્ટોની ચેન ઉભી કરવામાં આવી છે. રોકાણકારોને વધુ વળતરની લાલચ આપવામાં આવતી હતી. માત્ર ત્રણ મહિનામાં રકમ ડબલ થઇ જશે. તેવી ઓફર કરીને ભેજાબાજે લોકો પાસેથી રૃપિયા ઉઘરાવવાનું શરૃ કર્યુ હતું. પ્રાથમિક તપાસ દરમિયાન આ કૌભાંડનો આંક ૬ હજાર કરોડને પાર જાય તેવી શક્યતા છે. સી.આઇ.ડી.ના ૫૦ થી વધુ અધિકારીઓની ૭ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા કંપનીની ઓફિસમાં સર્ચ કરી કેટલાક દસ્તાવેજો મેળવવામાં આવ્યા હતા. સમા - સાવલી રોડ પરના લોટસ ઓરા કોમ્પલેક્સમાં બી ઝેડ ફાઇનાન્સની ઓફિસ છે. સી.આઇ.ડી. દ્વારા ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. રેડ પછી ઓફિસ બંધ કરી દેવામાં આવી છે.