Get The App

પુત્રને લાઇવ લોકેશન મોકલી પિતાએ ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું

૨૦ ફૂટ ઉંચાઇએ લટકતી લાશને નીચે ઉતારવા ફાયરબ્રિગેડની મદદ લેવાઇ

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News

 પુત્રને લાઇવ લોકેશન મોકલી પિતાએ ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું 1 - imageવડોદરા, ગોત્રી રોડ પર રહેતા રિક્ષા ડ્રાઇવરે પુત્રને લાઇવ લોકેશન મોકલી ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોત્રી રોડ ગુણાતિત રેસિડેન્સીમાં રહેતા ૪૭ વર્ષના દિલીપસિંહ ભારતસિંહ પરમાર રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. પોલીસ  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગઇકાલે સવારે તેઓ છાણી વિસ્તારમાં કેટરિંગના કામ માટે  ગયા હતા. ત્યાંથી સાંજે પરત ઘરે આવીને તેઓ રાતે રિક્ષા લઇને નીકળ્યા હતા. મોડીરાતે તેમણે પુત્રને મોબાઇલ ફોન પર પોતાનું લાઇવ લોકેશન મોકલ્યું હતું. પુત્રે લોકેશન જોતા તેને અજુગતુ લાગ્યું હતું. તેેણે  પિતાને કોલ કર્યો હતો.  પરંતુ, તેમણે ફોન રિસિવ કર્યો નહતો. જેથી, તેણે પરિવારને જાણ કરતા તેઓ દિલીપસિંહને શોધવા માટે નીકળ્યા હતા. ગોત્રી કોર્પોેરેશનના બગીચાના ગેટની બાજુમાં ગેરી કંપાઉન્ડની દીવાલની બાજુમાં તેઓને રિક્ષા મળી હતી. મોબાઇલ પણ રિક્ષામાં જ હતો.આજુબાજુ તપાસ કરતા તેઓ ચોંકી ઉઠયા હતા. દિલીપસિંહની લાશ ગુલમહોરના ઝાડની ઉપર લટકતી હતી. ઝાડની ડાળીમાં  દોરડું બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા  ગોત્રી પોલીસ સ્ટેશનના હે.કો. રતિલાલે સ્થળ પર જઇ તપાસ હાથ ધરી હતી. ૨૦ ફૂટ ઉંચાઇએ લાશ લટકતી હોઇ ફાયરબ્રિગેડની મદદથી લાશ નીચે ઉતારવામાં આવી હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News