ફોટો સ્ટુડિયાેના સંચાલકોને ઠગતી ગેંગ ફરી સક્રિયઃ બોગસ આધારકાર્ડ આપી ગઠિયા બે કેમેરા લઇ ફરાર

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
ફોટો સ્ટુડિયાેના સંચાલકોને ઠગતી ગેંગ ફરી સક્રિયઃ બોગસ આધારકાર્ડ આપી ગઠિયા  બે કેમેરા લઇ ફરાર 1 - image

વડોદરાઃ વડોદરામાં ચારેક વર્ષ પહેલાં કેમેરા ભાડે લઇ ગયા બાદ ફરાર થઇ જતી ગેંગે તરખાટ મચાવ્યો હતો.આ ગેંગ ફરી સક્રિય થઇ હોય તેવો કિસ્સો સયાજીગંજમાં બન્યો છે.જેમાં બે ગઠિયા સયાજીગંજના એક દુકાનદારને બ્લેન્ક ચેક આપીને બે કેમેરા લઇ રફુચક્કર થઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

તાંદલજાના શબાના પાર્કમાં રહેતા અને સયાજીગંજમાં દર્શનમ એવન્યૂમાં શુભ પ્રસંગો માટે ઇલેકટ્રોનિક્સ સાધનો ભાડેથી આપતા આમીર અબ્બાસભાઇ વોરાપટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૬ એપ્રિલે રાતે નવેક વાગે બે યુવકો દુકાને આવ્યા હતા અને પારુલ યુનિવર્સિટીમાં ઇવેન્ટ છે તેવું ખોટું બોલીને કેમેરા ભાડે માંગ્યા હતા.

આ પૈકી એક જણાએ તેનું નામ રાહુલ હોવાનું કહ્યું હતું.પરંતુ પછીથી તેનું સાચું નામ તેજસ હિતેષભાઇ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે તેની સાથે આવેલો સાગરીત આશિષ નીતિશકુમાર મકવાણા (ભાવનગર)નો હોવાનું જાણવા મળ્યું છે.તેમણે રૃ.૫.૫૦ લાખની કિંમતના  બે કેમેરા એક દિવસ માટે ભાડે લીધા હતા.આ માટે હિતેષ પ્રજાપતિએ રાહુલ  કાનાભાઇ સાંભાડિયા (ગ્રીન ફિલ્ડ એપાર્ટમેન્ટ, વાસણા-ભાયલીરોડ) નામનું આધાર કાર્ડ આપ્યું હતું.

બીજા દિવસે સવારે તેજસનો ફોન આપ્યો હતો અને ત્રીજો કેમેરો માંગ્યો હતો.મારી પાસે માણસ નહિં હોવાથી દુકાને આવી લઇ જવા કહ્યું હતું.પરંતુ તે આવ્યો નહતો.ત્યારબાદ તેનો ફોન બંધ થઇ ગયો છે.તપાસ કરતાં આધારકાર્ડ અને ચેક બંને બોગસ હોવાનું જણાઇ આવ્યું છે.જેથી સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News