વડોદરાના છાણી વિસ્તારમાં છોકરી ભગાડી જવામાં હાથ હોવાની શંકાએ વેપારીને માર માર્યો

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
વડોદરાના છાણી વિસ્તારમાં છોકરી ભગાડી જવામાં હાથ હોવાની શંકાએ વેપારીને માર માર્યો 1 - image

વડોદરા,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

વડોદરાના છાણી જકાતનાકા પાસેની સોસાયટીમાં છોકરીને ભગાડી જવામાં વેપારીનો હાથ હોવાની આશંકાએ છોકરીના કાકાના છોકરાઓએ ઝઘડો કર્યો હતો. તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેઓએ ફતેગંજ પોલીસમાં બંને સામે ફરિયાદ નોંધાવી છે.

શહેરના છાણી જકાતનાકા પાસેના એકતા નગરમાં રહેતાઅર્જુનસિંહ તખતસિંહ રાજપુત  ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે હું શાકભાજીની લારી ચાલાવી મારું તથા મારા પરિવારનુ જીવન ગુજરાન ચલાવું છું.  26 સપ્ટેમ્બરના રોજ મારા માસીનો છોકરો રાજવીર અમારા પાડોસીની છોકરીને ભગાડી લઇ ગયેલ હતો. જેથી પાડોશીના ભાઇના છોકરા ચિરાગને એવો શક હતો કે તેઓની કાકાની છોકરી કયા છે તેની મને ખબર છે અને હું તેમને જણાવતો નથી. જેથી આ બાબતની અદાવત રાખી ચિરાગ તથા તેનો ભાઇ રવી એ શનિવારે રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ હું મારા ઘરે મારા પરિવાર સાથે સુતો હતો. ત્યારે ચિરાગ તથા રવી મારા ઘરે આવીને મારા ઘરનો દરવાજો જોર જોરથી ખખડાવી તેમજ મારા ધરની બારીએ જોર જોરથી ધકકા મારી મને બહાર બોલાવ્યો હતો. ત્યારબાદ મને ગંદી ગાળાગાળી મારમાર્યો હતો.ઉપરાંત બંનેએ મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી વેપારીની ફરિયાદના આધારે પોલીસે ચિરાગ તથા તેનો ભાઇ રવી ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News