Get The App

વાઘોડિયા રોડ પર બિઝનેસમેન પાસે વ્યાજની ઉઘરાણી કરી હુમલો

૨૧ વર્ષ પહેલા વ્યાજે લીધેલા રૃપિયા વ્યાજ સાથે ચૂકવી દેવા છતાંય ઉઘરાણી

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
વાઘોડિયા રોડ પર બિઝનેસમેન  પાસે વ્યાજની ઉઘરાણી કરી હુમલો 1 - image

વડોદરા,આજવા રોડના રહીશ પાસે ૧૦ લાખ રૃપિયાના વ્યાજની ઉઘરાણી કરી  હુમલો કરનાર આરોપી સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના આજવા રોડ પર દૂધેશ્વર નગર સોસાયટીમાં રહેતો કેયૂર શાહ શેર બજારના ધંધા સાથે સંકળાયેલો છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેં વર્ષ - ૨૦૦૨માં હસમુખભાઇ ઘંટડીવાલા ( રહે. સૂર્ય નગર સોસાયટી પાસે, વાઘોડિયા રોડ) પાસેથી ૧૦ લાખ વ્યાજે લીધા હતા. જે રકમ મેં વર્ષ - ૨૦૧૪ સુધીમાં ટૂકડે - ટૂકડે ચૂકવી દીધી હતી. ત્યારબાદ હસમુખભાઇનો દીકરો ભૈરવ શાહ ઉર્ફે ઘંટડીવાલા અવાર - નવાર મારા ઘરે આવી વ્યાજની ઉઘરાણી કરતો હતો. અને મને સતત હેરાન કરતો હતો. પરંતુ, આ બાબતે મેં કોઇ ફરિયાદ કરી નહતી. ગઇકાલે હું મારા પરિવાર સાથે હાઇવે વાઘોડિયા ચોકડી તક્ષ ગેલેક્સી મોલમાં જમવા માટે ગયો હતો. તે સમયે ભૈરવ શાહ ફૂડ કોર્ટમાં આવ્યો હતો. તેણે રૃપિયા બાબતે મારી સાથે બોલાચાલી ઝઘડો કરી મોંઢા પર ફેંટ મારી દીધી હતી. અને મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયો હતો.


Google NewsGoogle News