કારેલીબાગમાં L&T સર્કલ પાસે મોડી રાતે બસની બ્રેક ફેલ થતાં ચાર કાર સાથે ભટકાઈ
Vadodara Accident : વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે એક બસની થતા ચાર કારને નુકસાન થયું હતું. સારા નસીબે મોટી જાનહાની થતા રહી ગઈ હતી.
કારેલીબાગ એલએન્ડટી સર્કલ પાસે ગઈકાલે રાત્રે વડોદરાથી પાદરા જતી બસની બ્રેક ફેલ થઈ જતા ડ્રાઇવરે બસ રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ છતાં બસ એક પછી એક ચાર કાર સાથે અથડાઈ હતી.
ઉપરોક્ત બનાવને કારણે કારમાં બેઠેલી બે-ત્રણ વ્યક્તિઓને સાધારણ ઇજાઓ પહોંચી હતી. પરંતુ કોઈ ગંભીર જાનહાની થઈ ન હતી. ટોળાય બસના ડ્રાઇવરનો ઉધડો લીધો હતો. પરંતુ તેણે એવો બે જવાબદારી ભર્યો જવાબ આપ્યો હતો કે અમિતનગર પાસે બસ રોકી ત્યારે પેસેન્જર ઉતરી ગયા હતા અને તે વખતે બસની બ્રેક ઓછી થઈ હોવાનો અહેસાસ થયો હતો. પરંતુ મને એમ હતું કે વાંધો નહીં આવે એટલે બસ આગળ લઈ ગયો.
આવી જ રીતે તેણે એમ પણ કહ્યું હતું કે, એક બાજુ મોટી લક્ઝરી અને બીજા મોટા વાહન હોવાથી ત્યાં બસ ભટકાય નહીં તેનો ખ્યાલ રાખ્યો હતો. બનાવને પગલે ટ્રાફિકજામ થતાં પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી કરી હતી.