બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એન્જિનિયરે રાતે ટ્રેલરમાં 18 લાખના સળિયા વગે કરી દીધા
વડોદરાઃ શહેરના એસટી ડેપો નજીક બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં કામ કરતા એન્જિનિયરે ગઇરાતે રૃ,૧૮લાખની કિંમતના સળિયા વગે કરી દેતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બુલેટ ટ્રેનના એલિવેટેડ પ્રોજેક્ટનું કામ સંભાળતા યુપીના અનિલકુમાર સોન્ગે પોલીસને કહ્યું છે કે,એલએન્ડટી કંપની દ્વારા દોઢ વર્ષથી પ્રોજેક્ટનું કામ કરવામાં આવી રહ્યું છે.ગઇરાતે પ્રોજેક્ટનું કામ ઓછું થતાં એક અધિકારીએ તપાસ કરી હતી.
જે દરમિયાન શ્રમજીવીઓએ તપન સરે ૨૦એમએમના સળિયા લોડ કરવાનું કામ સોંપ્યુું હોવાથી મોડું થયું હતું તેમ જવાબ આપતાં અધિકારીઓ ચોંક્યા હતા.સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય તપાસ દરમિયાન સળિયાના સ્ટોક મેન્ટેન કરવાનું કામ કરતા એન્જિનિયર તપન વિશ્વાસે મધરાત બાદ એક ટ્રેલર બોલાવી તેમાં રૃ.૧૮ લાખની કિંંમતના સળિયા વગે કર્યા હોવાના ફૂટેજ મળ્યા હતા.
ઉપરોક્ત ફરિયાદને આધારે સયાજીગંજ પોલીસે તપન બિશ્વાસ(મૂળ રહે.ક્રિષ્ણા નગર, પ. બંગાળ) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.