પાર્કિંગ માટે કોમર્શિયલ કોમ્પ્લેક્સોના ભોંયરા ખોલવા બિલ્ડરોને તાકિદ

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
પાર્કિંગ માટે કોમર્શિયલ કોમ્પ્લેક્સોના ભોંયરા ખોલવા બિલ્ડરોને તાકિદ 1 - image


ગાંધીનગરમાં વધતી જતી આડેધડ પાર્કિંગની સમસ્યાને પગલે

કોર્પોેરેશન દ્વારા પાર્કિંગ પોલીસી અંતર્ગત બોલાવાયેલી બેઠકમાં સૂચના આપવામાં આવી : પોલીસી લાગુ થયા બાદ કડક પગલાં ભરાશે

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગર પાલિકા આગામી દિવસમાં સ્ટ્રીટ વેન્ડરની સાથે પાર્કિંગ પોલીસી લાગુ કરી રહી છે ત્યારે તાજેતરમાં બોલાવાયેલી બેઠકમાં શહેરના બિલ્ડરોને પણ હાજર રાખવામાં આવ્યા હતા અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બહાર આડેધડ વાહન પાકગની સમસ્યા અટકાવવા માટે ભોયરા ખોલવા તાકિદ કરી હતી. પોલીસી લાગુ થઈ ગયા બાદ ભોયરા નહીં ખોલનાર એકમો સામે કડક પગલાં ભરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં આમ તો અન્ય શહેરો કરતા પહોળા માર્ગો છે પરંતુ અહીં આડેધડ વાહન પાકગની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ થયા બાદ નવા વિસ્તારમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે ત્યારે કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ સ્ટ્રીટ વેન્ડર અને પાકગ પોલિસી અંતર્ગત બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આ વખતે શહેરના બિલ્ડરોને પણ હાજર રાખવામાં આવ્યા હતા. કેમ કે સૌથી વધારે આડેધડ પાકગની સમસ્યા કોમશયલ કોમ્પ્લેક્સની બહાર જોવા મળી રહી છે. પ્લાનમાં પાકગ માટે એક કે બે ભોયરા નિયત કરવામાં આવ્યા છે અને તે બિલ્ડરો દ્વારા બનાવવામાં આવ્યા છે પરંતુ પાકગ માટે આ ભોયરા નહીં ખોલવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે કોમ્પ્લેક્સો બહાર આડેધડ પાકગ વક્રી રહ્યું છે ત્યારે કોર્પોરેશન દ્વારા બિલ્ડરોને સ્પષ્ટપણે તાકિદ કરવામાં આવી હતી કે પોલીસી લાગુ થયા બાદ ભોયરા ખોલવામાં નહીં આવે તો કડક પગલાં ભરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસોના કર્મચારીઓ સહિતના વાહનો પાર્ક થાય તે પ્રકારે આયોજન કરવા કહેવાયું હતું અને મુલાકાત માટે આવનાર વ્યક્તિઓના વાહનો માટે પાકગ પ્લેસ ઉભા કરવામાં આવશે. આ માટે કોર્પોરેશન પોતાના પ્લોટ પણ પાકગ પ્લેસ તરીકે જાહેર કરશે. એટલું જ નહીં શહેરમાં હાલ નો પાકગ ઝોન ખૂબ ઓછા છે ત્યારે આગામી સમયમાં પોલિસી લાગુ થતાની સાથે નો પાકગ ઝોનનો વિસ્તાર પણ વધારવામાં આવશે ત્યારે કોર્પોરેશનની સૂચના બાદ હવે ગાંધીનગરના નવા અને જૂના વિસ્તારોમાં બિલ્ડરો દ્વારા કોમશયલ કોમ્પ્લેક્સની બહાર આડેધડ વાહન પાકગ અટકાવવા માટે ભોયરા ખોલવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.

પાર્કિંગ માટેના ભોયરામાં કોમર્શિયલ પ્રવૃતિ વધતા સમસ્યા

મહાનગરપાલિકા કે ગુડા તંત્ર દ્વારા અગાઉ બાંધકામો માટે પરવાનગી આપવામાં આવી ત્યારે પાર્કિંગ માટેના ભોયરા ફરજિયાત પણે બનાવવામાં આવ્યા હતા પરંતુ કેટલાક કોમશયલ કોમ્પ્લેક્ષમાં આ ભોયરામાં કોમશયલ પ્રવૃત્તિ ચાલતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. એટલું જ નહીં સોસાયટી કે બિલ્ડર દ્વારા ભાડે પણ આપી દેવામાં આવતા હોય છે ત્યારે કોર્પોરેશન આવા એકમો સામે આગામી સમયમાં શું કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું. એટલું જ નહીં ઘણા એકમો પાસે ભોયરા પણ નથી અને તેમને મંજૂરીઓ આપવામાં આવી છે તેની પણ તપાસ થવી જોઈએ.


Google NewsGoogle News