ગોત્રીમાં દર્શનમ સ્પ્લેન્ડોરાના બિલ્ડરે પાર્કિંગ મુદ્દે ફ્લેટમાં રહેતા પિતા-પુત્રને ફટકાર્યા

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
ગોત્રીમાં દર્શનમ સ્પ્લેન્ડોરાના બિલ્ડરે પાર્કિંગ મુદ્દે ફ્લેટમાં રહેતા પિતા-પુત્રને ફટકાર્યા 1 - image

વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં આવેલી દર્શનમ સ્પ્લેન્ડોરા-૨ સાઇટના બિલ્ડરે પાર્કિંગના મુદ્દે તકરાર કરી સિનિયર સિટિઝન પુરૃષ અને તેના પુત્રને માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બ્રાઇટ સ્કૂલ પાસે દર્શનમ સ્પ્લેન્ડોરા-૨માં રહેતા ૬૫ વર્ષીય ગગનવિહારી ચાવડાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૩જીએ સવારે હું મારા પુત્ર ભાવિક સાથે દુકાને હતો ત્યારે મારા મોબાઇલ પર દર્શનમના મનેજર બળવંતસિંહનો ફોન આવ્યો હતો.

મારા પુત્રએ ફોન પર વાત કરતાં સામે દીપ પટેલે વાત કરી ટુવ્હીલર ખસેડી લેવા કહ્યું હતું.જેથી મારા પુત્રએ પાર્કિંગની જગ્યા ખાલી નથી તેમ કહેતાં દીપ પટેલે તું અહીં આવ,જોઇ લઇશ તેવી ધમકી આપી હતી.ત્યાર બાદ અમે ફ્લેટ પર ગયા ત્યારે દીપ પટેલ મારા પુત્ર સાથે ઝપાઝપી કરી હતી.હું છોડાવવા પડયો તો મને મોંઢા પર મુક્કો મારી હાથ મરોડયો હતો.તે ગાડીમાંથી પાઇપ લઇ મારવા આવ્યો હતો.પરંતુ અમે બચી ગયા હતા.ગોત્રી પોલીસે આ અંગે દીપ પટેલ સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News