સિધ્ધિ વિનાયક ડેવલોપર્સના ઠગ બિલ્ડર અપૂર્વ પટેલે ગ્રાહકના નામની 27લાખની લોન પડાવી લીધી
વડોદરાઃ સિધ્ધિ વિનાયક ડેવલોપર્સના ફરાર થઇ ગયેલા બિલ્ડર અપૂર્વ પટેલ સામે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે.
ઓપી રોડ પર મેપલ મિડોઝમાં રહેતા નિલમબેન જોષીએ પોલીસને કહ્યું છે કે,જાન્યુઆરી-૨૦૨૦માં અક્ષરચોક ખાતે આવેલી મેપલ વિસ્ટા સાઇટમાં થર્ટ ફ્લોર પર ફ્લેટ બુક કરાવ્યો હતો.જે બદલ બિલ્ડર અપૂર્વને રૃ.એક લાખ આપ્યા હતા.
અપૂર્વએ અમારી સાથે એગ્રીમેન્ટ ફોર સેલ કર્યો હતો અને લોન માટે પ્રોસેસ કરી હતી.તેણે પંજાબ નેશનલ બેન્કના અધિકારી સાથે મેળાપીપણું કરીને રૃ.૨૭લાખની લોન લઇ લીધી હતી.પરંતુ અમને ફ્લેટ આપ્યો નથી.
આ ફરિયાદને આધારે જે પી રોડ પોલીસે અપૂર્વ દિનેશભાઇ પટેલ(સમૃધ્ધિ બંગલો, મુજમહુડા,ગુજરાત ટ્રેક્ટર પાસે)ની સામે વધુ એક ગુનો નોંધ્યો છે.નોંધનીય છે કે,અપૂર્વ સામે અગાઉ ૩૦થી વધુ ફરિયાદો નોંધાઇ હતી અને એસઆઇટી પણ બનાવી હતી.