વડોદરા જિલ્લા પંચાયતનું વર્ષ-2024-25નું પુરાંત વાળું બજેટ કારોબારીમાં મંજૂરઃનવી બે યોજના
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ આજે વર્ષ-૨૦૨૪-૨૫ના વર્ષના પુરાંતવાળા બજેટને પ્રાથમિક મંજૂરી આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,જિલ્લા પંચાયતના વર્ષ-૨૦૨૪-૨૫ના આજે રજૂ થયેલા બજેટમાં ઉઘડતી સિલક રૃ.૩૪.૪૫ કરોડમાં વર્ષ દરમિયાન થનારી અંદાજિત રૃ.૨૦ કરોડની આવક ઉમેરતાં કુલ રૃ.૫૪.૪૫ કરોડ જેટલી આવક દર્શાવવામાં આવી છે.
જેની સામે કુલ રૃ.૩૧.૯૭ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.જેથી રૃ.૨૨.૪૮ કરોડની બચત થશે.નવા બજેટમાં બે યોજનાને સમાવવામાં આવી છે.જેમાં અતિ કુપોષિત બાળકો માટે રૃ.૬૦ લાખ તેમજ નવી ગ્રામ પંચાયતો માટે રૃ.૩.૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.