જેલવાસ ભોગવતી ચાર બહેનો પાસે રાખડી બંધાવવા ભાઇઓ આવ્યા
૩૯૦ બહેનો જેલવાસ ભોગવતા ભાઇઓને રાખડી બાંધવા આવતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા
વડોદરા,વડોદરા જેલમાં આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૩૯૦ બહેનો જેલવાસ ભોગવતા કેદી ભાઇઓને રાખડી બાંધવા માટે આવી હતી. તે દરમિયાન હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા જેલમાં કુલ ૧,૫૩૭ કેદીઓ છે. બંદીવાન ભાઇઓને રાખડી બાંધવા માટે આજે સવારથી જ બહેનો ઉમટી પડી હતી. રક્ષાબંધનની ઉજવણી માટે જેલ સ્ટાફ દ્વારા પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. દિવસ દરમિયાન ૩૯૦ બહેનો જેલવાસ ભોગવતા ભાઇઓને રાખડી બાંધવા માટે આવી હતી. તે દરમિયાન હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. તેમજ જેલવાસ ભોગવતી ચાર કેદી બહેનો પાસે રાખડી બંધાવવા માટે ભાઇઓ જેલ પર આવ્યા હતા. આ ઉપરાંત રક્ષાબંધનના પર્વની ઉજવણી માટે ૫૦ થી વધુ કેદીઓ જામીન પર બહાર આવ્યા હતા.