વડોદરામાં ઈદના દિવસે થયેલી તકરારની અદાવતે પાણીગેટમાં બનેવી નો સાળા પર હુમલો
image : Freepik
Crime News Vadodara : વડોદરામાં વાડી સ્વામિનારાયણ રોડ ખત્રીપુરના નાકે રહેતો મોહમ્મદ અશરફ મોહમ્મદ શહીદ અગરબત્તી વાલા એમ.એસ.મેટહાઉસ નામની દુકાન ચલાવે છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 11 મી તારીખે સવારે 11:00 વાગે હું તથા મારા બાળકો તથા મારો નાનો ભાઈ અયુબ બન્ને મારી મોટી બહેન સબાના શેખનું ત્યાં ઈદનો તહેવાર હોય કોટિયાર્ક નગરમાં મળવા ગયો હતા. તેઓને ઈદ મુબારક પાઠવી હું મારા બનેવી ફારૂકને મળવા માટે ગયો હતો. તે વખતે તેમણે મને ધક્કો મારી કહ્યું હતું કે અમારે તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી તેઓએ મને તથા મારા નાના ભાઈ અયુબને ધક્કો મારી નીચે ઉતારી લીધો હતો. હું તેમના ઘર નીચે અમારા ઓળખીતા સાથે વાતચીત કરતો હતો તે સમયે મારા બનેવીને લાગ્યું હતું કે હું તેમની વાતો કરું છું જેથી મારા પર એકદમ ઉસકેરાઈ જઈ બોલાચાલી કરવા લાગ્યા હતા. મારા બનેવી ફારૂક શેખ મને પકડવા જતા તેમના ઝભ્ભાનો કોલર ફાટી ગયો હતો મહોલાના માણસો અમને છુટા પાડતા અમે ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ મારા બનેવી ફારુક તથા તેમનો ભાઈ ઈરફાન તથા અન્ય લોકો મારા ઘરે નીચે આવી ઝઘડો કરવા લાગ્યા હતા જેથી હું ઘરમાંથી બહાર આવ્યો ન હતો. ત્યારબાદ તેઓ જતા રહ્યા હતા બીજે દિવસે સાંજે અમારા મોહલાના મુન્નાભાઈને ફોન કરીને મારા બનેવી તથા અમારા વચ્ચેના ઝઘડા બાબતેની વાત કરી સમાધાન કરવા કહ્યું હતું જેથી મુન્નાભાઈ તથા તેમની સાથે મારા મહોલાના બે માણસો મારા બનેવી શેખના ઘરે ગયા હતા. તેઓએ કહ્યું હતું કે જાહેરમાં માફી માગી લે તો હું તેને માફ કરી દઉં જેથી હું માફી માગવા માટે તૈયાર થઈ ગયો હતો. 13મી તારીખે રાત્રે 10:30 વાગે હું જવા તૈયાર થયો હતો પરંતુ મારી માતાની તબિયત બગડતા હું તેમને હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યારબાદ રાત્રિના 10:45 વાગે હું મારા બનેવી તથા તેમના ભાઈને મળવા જતા તેઓએ મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો અને ડંડા વડે મારા પર હુમલો કરતા હું બેભાન થઈ ગયો હતો.