Get The App

બહેન પર હુમલો કરી મંગળસૂત્ર અને ચેન આંચકી લેતો ભાઇ

બહેનના પર્સમાંથી રોકડા ૧૫ હજાર પણ કાઢી લીધા

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
બહેન પર હુમલો કરી મંગળસૂત્ર અને ચેન આંચકી લેતો ભાઇ 1 - image

વડોદરા,બહેન પર હુમલો કરી સોનાનું મંગળસૂત્ર અને ચેન આંચકી લઇ રોકડા ૧૫ હજાર કાઢી લેનાર નશેબાજ ભાઇ સામે કારેલીબાગ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા રોડ બાપોદ જકાત નાકા  પાસે દિપમા ફ્લેટમાં રહેતા દિવ્યાનીબેન  લક્ષ્મણભાઇ પરમારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારો દીકરો એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. મારા  પતિ બી.એસ.એફ.માં આસામ ખાતે ફરજ બજાવે છે. મારો ભાઇ સુરેશ મણીલાલ પરમાર તુલસીવાડી સ્લમ ક્વાટર્સમાં રહે છે. મારે મારા ભાઇ સુરેશ સાથે કોઇ સંબંધ નથી.  તુલસીવાડીમાં રહેતા મારા ધરમના ભાઇ રાજુ મુકુંદભાઇ  શ્રીમાળીએ મને દિવાળીના તહેવારમાં જમવા બોલાવી હોવાથી હું ગઇકાલે ત્યાં ગઇ હતી. જમી પરવારીને રાતે સાડા નવ વાગ્યે હું મારા ઘરે જવા માટે નીકળી હતી. હું ત્યાંથી નીકળતી હતી ત્યારે ત્યાંના રહીશો મને મળવા આવ્યા હતા. હું તેઓની સાથે વાતચીત કરતી હતી. મારી બહેન  પણ મને મળવા આવી હતી. મારો ભાઇ સુરેશ જોઇ જતા તે મારી પાસે ધસી આવ્યો હતો. કંઇપણ બોલ્યા વગર તેણે મને તમાચા મારી દીધા હતા. તારી બહેનને તારા ઘરે લઇ જા. તેવું કહીને તેણે મારી સાથે ઝપાઝપી કરી હતી. મારા ભાઇએ દારૃ પીધો હોઇ તે કોઇની વાત સાંભળતો નહતો. મારા ભાભી સંગીતાબેન પણ ઉપરાણું લઇને મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મારા ભાઇએ ગળામાં પહેરેલું સોનાનું મંગળસૂત્ર અને ચેન આંચકી લીધા હતા. મારા પર્સમાંથી પંદર હજાર પણ કાઢી લીધા  હતા.


Google NewsGoogle News