Get The App

ભાઇના લગ્નમાં ગયેલી બહેનના બંધ મકાનના તાળા તોડી ચોરી

ચોર સોના - ચાંદીના ૫.૭૪ લાખના દાગીના લઇ ગયા

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
ભાઇના લગ્નમાં ગયેલી બહેનના બંધ મકાનના તાળા તોડી ચોરી 1 - image

 વડોદરા,ભાઇના લગ્નમાં સુરત ગયેલી બહેનના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી ૫.૭૪ લાખના સોના ચાંદીના દાગીના ચોરી ગઇ હતી.

બિલ કેનાલ રોડ પર શ્રી હરિ ડૂપ્લેક્સમાં રહેતા પ્રિયંકાબેન પીયૂષકુમાર પટેલ બેન્ક ઓફ ઇન્ડિયાની અલકાપુરી શાખામાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. ગત તા. ૨૬,૨૭ અને ૨૮ મી એ રજા હોવાથી તેઓ પુત્ર સાથે સુરત ભેસ્તાન ખાતે પિયરમાં ગયા હતા. ત્યારબાદ ૨૯ મી તારીખે સુરતથી વડોદરા આવી ડાયરેક્ટ નોકરી પર ગયા હતા. તેમના ભાઇનું લગ્ન હોવાથી તેઓ ૨૯ મી તારીખે જ રજા લઇને સુરત ગયા હતા અને ત્યાં જ રોકાયા હતા.ગઇકાલે પાડોશીનો કોલ આવ્યો હતો કે, તમારા મકાનની બારીના સળિયા તૂટેલા હોવાથી ચોરી  થઇ હોવાનું જણાય છે. જેથી, પ્રિયંકાબેન તરત ઘરે પરત આવ્યા હતા. ઘરમાં જઇને જોતા બંને માસ્ટર બેડરૃમના કબાટના લોક તૂટેલા હતા અને સામાન વેરવિખેર હાલતમાં હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાના અંદાજે ૧૨ તોલા વજનના દાગીના, ચાંદીના દાગીના  મળી કુલ રૃપિયા ૫.૭૪ લાખની મતા લઇ  ગઇ હતી. જે અંગે તેમણે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News