સાવલી અને પાદરા સિવાય જિલ્લામાં મેઘરાજાનો વિરામ

શહેરમાં છૂટા છવાયા ઝાપડા પડયા : સૌથી વધુ કરજણ અને સૌથી ઓછો ડેસરમાં વરસાદ પડયો

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
સાવલી અને પાદરા સિવાય જિલ્લામાં મેઘરાજાનો વિરામ 1 - image

વડોદરા,શહેર જિલ્લામાં મેઘરાજાએ આજે મોટાભાગે વિરામ રાખ્યો હતો. સવારથી સાંજ સુધી  માત્ર પાદરા અને સાવલી તાલુકામાં વરસાદ પડયો હતો. બાકીના તાલુકામાં વરસાદ નોંધાયો નહતો.

ગુરૃવારે જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઠેર - ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરના  ઉપરવાસમાં ભારે વરસાદ પડતા પૂરનો ખતરો હતો. પરંતુ, આજે બીજે દિવસે શુક્રવારે શહેરમાં છૂટાછવાયા ઝાપટાને બાદ કરતા જિલ્લામાં મેઘરાજાએ મોટાભાગે  વિરામ ફરમાવ્યો હતો. જિલ્લાના આઠ તાલુકામાં માત્ર સાવલીમાં ૪ એમ.એમ.  અને પાદરામાં ૩ એમ.એમ. વરસાદ પડયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદ વરસ્યો નહતો. જિલ્લામાં સૌથી વધુ ૪૭૫ એમ.એમ. વરસાદ કરજણમાં અને ૪૫૮ એમ.એમ.વરસાદ પાદરામાં નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ  ડેસરમાં ૧૮૫ એમ.એમ. નોંધાયો હતો. જ્યારે વડોદરામાં ૪૫૬ એમ.એમ. વરસાદ પડયો છે.


Google NewsGoogle News