બ્રેનડેડ જાહેર થયેલા દર્દીના અંગો અન્યના જીવનમાં પ્રકાશ ફેલાવશે

આંખો, કિડની અને લિવરને ઝડપથી પહોંચાડવા પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News

 બ્રેનડેડ જાહેર થયેલા દર્દીના અંગો અન્યના જીવનમાં પ્રકાશ ફેલાવશે 1 - imageવડોદરા,અમદાવાદી પોળ વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષના યુવકને બ્રેનડેડ જાહેર કરાતા તેના પરિવાર દ્વારા તેના અંગોનું દાન કરવામાં આવતા પાંચ વ્યક્તિઓના જીવનમાં નવો પ્રકાશ પથરાશે.

મળતી માહિતી મુજબ, શહેરના અમદાવાદી  પોળ વિસ્તારમાં રહેતો ૩૨ વર્ષનો ઉમંગ સંજયભાઇ જીંગર લાઇનિંગનું કામ કરે છે. ગત ગુરૃવારે તે બેડ પરથી પડી જતા માથામાં ઇન્ટરનલ ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે પરિવારજનો સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. માથામાં થયેલી ઇજાના કારણે બ્રેન હેમરેજ થઇ  જતા ડોક્ટરે તેને બ્રેનડેડ જાહેર કર્યો હતો. તેની રિકવરીની શક્યતા નહીં જણાતા પરિવારજનોએ તેના અંગોનું દાન કરવાનું નક્કી કર્યુ હતું.  ઉમંગના લિવર, કિડની અને આંખોનું દાન કરવામાં આવતા પાંચ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાશે. દર્દીના અંગોને ઓછા સમયમાં સહી સલામત સ્થળે પહોંચાડવા માટે પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સયાજીમાં પાંચમા દર્દીના અંગોનું દાન કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News