બ્રાંચ પોસ્ટ માસ્ટર અને ગ્રામીણ ડાક સેવકની હડતાળ ચાલુ થતા નોટિસો ફટકારતા આક્રોશ

અધિકારીઓને ગુલાબ અર્પણ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
બ્રાંચ પોસ્ટ માસ્ટર અને  ગ્રામીણ ડાક સેવકની હડતાળ ચાલુ થતા નોટિસો ફટકારતા આક્રોશ 1 - image

વડોદરા,ગ્રામીણ ડાક સેવક અને બ્રાંચ પોસ્ટ માસ્તરની તા.૧૨થી અચોક્કસ મુદતની હડતાળ શરૃ થઇ છે.

નેશનલ યુનિયન ઓફ ગ્રામીણ ડાક સેવક-વડોદરા ઇસ્ટ ડિવિઝનના જણાવાયા મુજબ આજ રોજ ડેપ્યુટી પોસ્ટ માસ્ટર- રાવપુરા - જીપીઓને ગુલાબ અર્પણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો, અને સૂત્રોચ્ચાર ગજવ્યા હતા. વડોદરા હેડ ઓફિસના તથા વેસ્ટ ડિવિઝનના તમામ જીપીએસ ભાઇ-બહેનો હડતાળમાં જોડાયા છે. હડતાળ કાલે પણ ચાલુ રહેશે અને ગુલાબ અર્પણ કરી વિરોધ દર્શાવાશે. આ યુનિયન દ્વારા ૮ કલાક કામ, ૮ કલાકનું વેતન, ૧૨,૨૪,૩૬ નું પ્રમોશન, ૬૫ વર્ષ પછી નિવૃત્તિ બાદ ૧૦ લાખની ગ્રેચ્યુઇટી, પાંચ લાખ મેડિકલ સહાય, દરેકને કાયમી કરવા સહિતની માગણી સાથે હડતાળ પાડવામાં આવી છે. દરમિયાન ડાક સેવક-મકરપુરા એસ.ઓ.ને તા.૧૨ અને ૧૩ અનિશ્ચિત હડતાળમાં જોડાવા બદલ નોટિસ આપી ખુલાસો કરવા, નોકરી પર  તાત્કાલિક હાજર થવા અને શિસ્ત ભંગના પગલાં સંદર્ભે નોટિસ અપાતા હડતાળ પર ઉતરેલા કર્મીઓમાં રોષ જોવા મળ્યો છે. છોટાઉદેપુર, પાનવડ, ક્વાંટ, ગઢબોરિયાદ, સંખેડા, બહાદરપુર, મકરપુરા અને આજવારોડ સહિતની ઓફિસો પર આવી નોટિસો ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News