એકતરફી પ્રેમમાં પડેલા કોલેજના બોયફ્રેન્ડે યુવતીને પરેશાન કરી મૂકી,સતત પીછો કરતો હતો,ભાવિ પતિને પત્ર લખ્યો
વડોદરાઃ કોલેજ સમયનો ફ્રેન્ડ એકતરફી પ્રેમમાં પડી વિકૃત હરકતો કરવા માંડતા ત્રાસી ગયેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ,કોલેજમાં અભ્યાસ દરમિયાન યુવતીને ભાવિક ચૂડાસમા નામના યુવક સાથે મિત્રતા થઇ હતી.પરંતુ ત્યારબાદ યુવતીએ વાતચીત કરવાનું બંધ કર્યું હતું.ત્યારપછી પણ યુવકે ફોન કરવાનું ચાલુ રાખતાં તેનો ફોનનંબર બ્લોક કરી દીધો હતો.
પરંતુ યુવકે બીજા ફોન પરથી કોલ કરવા માંડયા હતા.આ ઉપરાંત તેના ઘરની સામે તેમજ નોકરીના સ્થળે પણ લાંબો સમય ઉભો રહી નજર રાખતો હતો.યુવતીના લગ્ન નક્કી થતાં તેના ભાવિ પતિને પણ જૂના ફોટા અને આક્ષેપો કરતા પત્ર મોકલતાં આખરે યુવતીએ તેની સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.