Get The App

એક ના એક પુત્રે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું

ધો.૧૦ માં નાપાસ થયા પછી ઘરે જ રહેતો હતો : કોઇ કામ કરતો નહતો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News

 એક ના એક  પુત્રે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું 1 - imageવડોદરા,વાસણા ભાયલી રોડ વિસ્તારમાં રહેતા ૧૬ વર્ષના કિશોરે અગમ્ય કારણોસર ગળા  ફાંસો ખાઇ લીધો હતો. જે.પી. રોડ પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાસણા ભાયલી રોડ વિસ્તારમાં રહેતો ૧૬ વર્ષનો કિશોર ધો.૧૦ માં નાપાસ થયો હતો. ત્યારબાદ તેણે ભણવાનું છોડી દીધું હતું. ઘરે જ રહેતા કિશોરને માતા - પિતા કંઇ કહે તો મરી જવાની ધમકી આપતો હતો. તેની માતા પિયરમાં ગઇ હતી. જ્યારે આજે બપોરે તેના પિતા કામ અર્થે બહાર ગયા હતા. તેઓ ઘરે પરત આવ્યા ત્યારે પુત્ર ફાંસો ખાધેલી  હાલતમાં લટકતો હતો. એક ના એક પુત્રે આપઘાત કરી લેતા પિતા સ્થળ પર ઢસડાઇને પડી ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા  જે.પી.રોડ પોલીસે સ્થળ પર જઇને આપઘાતનું કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.


Google NewsGoogle News