Get The App

ફરિયાદી બનીને આવેલા બાબરનો ભરોસો ભારે પડ્યો,પોલીસની હાજરીમાં હત્યા કરી,બંને પોલીસ કર્મી સસ્પેન્ડ

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
ફરિયાદી બનીને આવેલા બાબરનો ભરોસો ભારે પડ્યો,પોલીસની હાજરીમાં હત્યા કરી,બંને પોલીસ કર્મી સસ્પેન્ડ 1 - image

વડોદરાઃ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી  બનીને આવેલા માથાભારે ગુનેગાર બાબર પઠાણ પર ભરોસો રાખવાનું પોલીસને ભારે પડયું હતું.

પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ, વિક્રમ નામના યુવક પર હુમલાના બનાવની જાણ કારેલીબાગ પોલીસને સયાજી હોસ્પિટલમાંથી રાતે ૧.૦૫ વાગે થઇ હતી.જ્યારે બાબર પઠાણ તે પહેલાં રાતે ૧૨.૩૮ કલાકે કારેલીબાગ પોલીસ સ્ટેશને આવ્યો હતો.

ફરિયાદી બનીને આવેલા બાબર પઠાણે તેને કેટલાક લોકોએ માર માર્યો હોવાની અને ઉલટી થતી હોવાની કેફિયત કરી હતી.જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

બાબરની સાથે કારેલીબાગના કોન્સ્ટેબલહિતેન્દ્રસિંહ અને એલઆરડી હિતેન્દ્ર કુમાર ગયા હતા.જ્યાં પોલીસ ઇમરજન્સી વિભાગમાં રોકાઇ હતી.જ્યારે બાબર તેમને ચકમો આપીને પાછળથી કેન્ટીન સુધી પહોંચી ગયો હતો અને તપનની હત્યા કરી હતી.

પોલીસની  બેદરકારી બાબતે લોકોએ આક્રોશ રજૂ કરતાં પોલીસ કમિશનરે એસીપીને તપાસ સોંપી હતી.એસીપીની તપાસના રિપોર્ટને પગલે ડીસીપી પન્ના મોમાયાએ બંને પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે.


Google NewsGoogle News