ચાંદીના કડલાંની લૂંટ માટે બંને પગ કાપી નિ : સંતાન દંપતીની હત્યા
અંગત અદાવત અને મિલકત વિવાદ જેવી થિયરી પર પોલીસે તપાસ શરૃ કરી
નસવાડી.છોટાઉદેપુર જિલ્લાના કવંાટ તાલુકાના પીપલદા ગામે વૃદ્ધ દંપતીને તિક્ષ્ણ હથિયાર વડે નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. કવાંટ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકો ની લાશ કવાંટ ખાતે પી એમ માટે લાવવાની કાર્યવાહી હાથ ધરી હત્યારોઓને શોધવાની કવાયત હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદા ગામે નિશાળ ફળિયા માં પતિ પત્ની એકલા રહેતા હતા. કાયમ વહેલા ઉઠતા દંપતી આજે દિવસ ઉગી જવા છતાંય ઘરમાં થી બહાર નહીં નીકળતા ફળિયાના લોકોં તેમજ તેમની પાડોશમાં રહેતા તેમના ભાઈ ને શંકા જતા ઘરનો દરવાજો ખટખટાવતા કોઈ જવાબ આપ્યો નહતો. જેથી, ફળિયાના લોકો અને તેમના ભાઈએ ઘરના દરવાજાને ધક્કો મારી ને ખોલતા પતિ પત્ની લાશ પડી હતી . મૃતક ચીમતીબેન રામલાભાઈ ના પગ કાપી નાંખવામાં આવ્યા હતા અને તેમના પગ માં પહેરેલા ચાંદી ના કડલાં નહતા.પગ કાપીને બાજુમાં પડયા હતા. જયારે તેઓના પતિ ગનજી ભાઈ રામલભાઈ( ઉ વ. ૭૦ ) ને પણ તિક્ષણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. બનાવ અંગે કવાટ પોલીસને જાણ કરવામાં આવતા પી એસ આઈ પીપલદા ગામે દોડી ગયા હતા .દંપતીની લાશ ઘરમાં પડી હતી. હત્યા પાછળ કોનો હાથ છે ? તેની પોલીસે તપાસ હાથ ધરી છે .જયારે કવાટ તાલુકાના છેવાડાના ગામમાં હત્યા કેવીરીતે થઇ? તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અંગત અદાવત અને મિલકતના વિવાદ જેવી થિયરી પર પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ગામના ખૂણે ખૂણા ઉપર જઈને તપાસ હાથ ધરી છે .જયારે દંપતીની લાશ કવાંટ ખાતે લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોલીસ હત્યાનું કારણ હજી સુધી જાણી શકી નથી. ઉલ્લેખનીય છે કે, દંપતીને કોઈ સંતાન નહતા.