પાણીગેટમાં બોર અને ચોકલેટ ઉછાળવાના મુદ્દે મારામારી
બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી
વડોદરા,પાણીગેટ કહાર મહોલ્લામાં બોર અને ચોકલેટ ઉછાળવાના મુદ્દે તકરાર થતા બે પરિવાર વચ્ચે મારામારી થતા સામ સામે ફરિયાદ નોંધાઇ હતી.
કિશનવાડી સાંઇમાલા એપાર્ટમેન્ટમાં રહેતા ચાંદનીબેન જયેશભાઇ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે બપોરે એક વાગ્યે હું તથા મારા સાસુ સુધાબેન કહાર, જેઠ સન્ની કાલકાપ્રસાદ કહાર મારા દીકરાને લઇને અમારી બાજુમાં જૂના મકાન પાણીગેટ મીઠાની ફેક્ટરીની બાજુમાં આવેલા કાજીના ફળિયામાં ગયા હતા. અમારા સમાજમાં ઉત્તરાણયના બીજા દિવસે બોર તેમજ ચોકલેટ નાંખવાની પરંપરા હોવાથી અમે ગયા હતા. બપોરે ત્રણ વાગ્યે મારા દીકરાના માથા પર બોર તેમજ ચોકલેટ નાંખતા હતા. ચોકલેટ અને બોર લેતા એક નાના બાળકને અમે થોડા સાઇડ પર ઉભા રહેવાનું કહેતા ત્યારે એક મહિલા ચેતનાબેન કહારે આવીને ઝઘડો શરૃ કર્યો હતો. ચેતના કહાર, તેના પતિ નરેશ ઉર્ફે બપૈયો કહાર અને ચેતનાની બહેન કામિનીબેને આવીને ઝઘડો કર્યો હતો.
જ્યારે સામા પક્ષે ચેતના કહારે ચાંદનીબેન તથા સુધાબેન કહાર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બોર અને ચોકલેટ ઉછાળતા સમયે ઝઘડો થતા ઝપાઝપી કરી હતી.