થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલાં દારૃનો સ્ટોક કરવા બુટલેગરોની દોડધામ,ત્રણ સ્થળે દારૃનો જથ્થો પકડાયો

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલાં દારૃનો સ્ટોક કરવા બુટલેગરોની દોડધામ,ત્રણ સ્થળે દારૃનો જથ્થો પકડાયો 1 - image

વડોદરાઃ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલાં દારૃનો સ્ટોક કરી લેવા માટે બુટલેગરો અને ખેપિયાઓની દોડધામ વધી ગઇ છે ત્યારે પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડી દારૃના જથ્થા પકડયા હતા.

ફતેગંજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વહેલી સવારે ઇએમઇ કમ્પાઉન્ડ નજીક શ્રીનાથજી ડુપ્લેક્સ પાસે એક બિનવારસી કાર મળી હતી.જેમાં પોલીસે તપાસ કરતાં કાળા કપડાની નીચે રૃ.૩૩ હજારની કિંમતની દારૃની ૩૩૬ નંગ બોટલ મળી હતી.

ગોરવા પોલીસે સુભાનપુરાના નિલમ એપાર્ટમેન્ટમાં રહેતા દેવેન્દ્ર ઉર્ફે જીગો જયંતિભાઇ જાદવને ઝડપી રૃ.૨૧ હજારની કિંતમની દારૃની ૫૬ નંગ બોટલ અને મોબાઇલ કબજે કર્યા હતા.જ્યારે,સયાજીગંજ પોલીસે શંકરનગર વસાહત ખાતે રહેતા અશોક ભીખાભાઇ વાઘેલા પાસે રૃ.૯૬૦૦ ની કિંમતના દારૃના ૯૬ નંગ ક્વાર્ટરિયા કબજે કર્યા હતા.


Google NewsGoogle News