તરસાલી અને વડદલાના બે મકાનમાં દારૃનો ધંધો કરતો બુટલેગર પકડાયોઃખૂન,મારામારી અને દારૃના 15 ગુના
વડોદરાઃ જુદાજુદા બે મકાનમાં ઇબ્રાહીમ નામનો શખ્સ દારૃનો ધંધો કરતો હોવાની માહિતીને પગલે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી રૃ.૯૦ હજારની કિંમતનો દારૃનો જથ્થો કબજે કર્યો હતો.
તરસાલી નવી નગરી અને વડદલા શ્રીજી નગર કોલોનીમાં ઇબ્રાહીમ ઉર્ફે સલિમ મલેક દારૃનો ધંધો કરતો હોવાની અને દારૃનો જથ્થો લાવ્યો હોવાની માહિતી મળતાં પોલીસે દરોડો પાડી દારૃની ૭૪૭ નંગ બોટલો કબજે કરી હતી.
આરોપી સામે ખૂન,મારામારી અને દારૃના ૧૫ જેટલા ગુના નોંધાયેલા છે તેમજ અગાઉ બે વાર પાસા હેઠળ જેલ પણ જઇ આવ્યો છે.