Get The App

પોલીસે પીછો કરતા કાર મૂકીને ચાલક અંધારામાં ફરાર : દારૂનો જથ્થો અને કાર કબજે

Updated: Jun 22nd, 2024

GS TEAM


Google News
Google News
પોલીસે પીછો કરતા કાર મૂકીને ચાલક અંધારામાં ફરાર : દારૂનો જથ્થો અને કાર કબજે 1 - image

image : Freepik

Liquor Smuglling in Vadodara : વડોદરામાં સાવલી તાલુકાના કુંપાડ ગામથી સિસોદિયાપુરા ગામ તરફ દારૂ ભરીને એક કાર જવાની છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીના સ્ટાફ દ્વારા ગત મોડી રાત્રે એક વાગે સિસોદિયાપુરા ગામના ચારા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

વોચ દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને બેટરીના ઇશારે થોભાવવા માટે ઈશારો કર્યો હતો પરંતુ ચાલકે કાર રોકવાના બદલે ભગાડી હતી. જેથી પોલીસે કારનો પીછો કર્યો હતો થોડા અંતરે ગયા બાદ કાર કાચા રસ્તે મૂકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે અંધારામાં તેનો પીછો કરી બેટરી મારતા તે સાજીદહુસેન પ્રદિપસિંહ વાઘેલા રહે મંજુસર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોતરોના રસ્તે તે ફરાર થઈ ગયો હતો. દરમિયાન કારમાંથી દારૂની 576 બોટલો મળી હતી પોલીસે કુલ 3.57 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :