વડોદરા: હાઇપ્રોફાઇલ કેસમાં પીડિતાનો મદદગાર બુટલેગર અલ્પુ સિન્ધીને શહેર લવાયો
- અશોક જૈનના સ્પર્મના નમૂના મેળવવામાં નિષ્ફળતા સાંપડી
વડોદરા,તા.8 ઓક્ટાબર 2021,શુક્રવાર
છેલ્લાં 20 દિવસથી વડોદરામાં ટોક ઓફ ટાઉન બનેલો હાઈપ્રોફાઈલ રેપ કેસના મુખ્ય પાસાઓ હવે પોલીસની ગિરફતમાં છે. રાજુ ભટ્ટ બાદ અશોક જૈન અને અલ્પુ સિંધી પકડાયા બાદ હવે ત્યારે હવે પીડિતા, અશોક જૈન, રાજુ ભટ્ટ અને અલ્પુ સિંધી વચ્ચેના રાઝ ઉજાગર થશે. હની ટ્રેપની શક્યતા વચ્ચે આ કેસમાં ચારેય લોકોની શુ ભૂમિકા હતી તેની વિગતવાર કર્યો બહાર આવશે અને પોલીસને ચોક્કસ દિશા મળશે.
હાલ વડોદરા પોલીસ અશોક જૈનની પૂછપરછ કરી રહી છે, જેમાં તે કયા કયા સ્થળોએ ગયો હતો અને રોકાયો હતો તે સઘળી માહિતી મેળવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાશે. સાથે જ બે દિવસ પહેલા અશોક જૈન વડોદરા આવ્યો હતો, તેથી તે વડોદરા આવીને ક્યાં ક્યા ગયો હતો, અને શું શુ કર્યુ હતું તેની પણ માહિતી મેળવાશે. અશોક જૈનને આરટીપીસીઆર માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં રિપોર્ટ નેગેટિવ આવતા તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અશોક જૈનનું બ્લડ પ્રેશર, બ્લડ સેમ્પલ, વાળના સેમ્પલ લઇ જરૂરી શારીરિક તપાસ કરવામાં આવી રહી છે. અને આજે બપોરે રિમાન્ડની માગ સાથે પોલીસ તેને અદાલતમાં રજુ કરશે તેવું જાણવા મળ્યું છે. ગોત્રી દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી અશોક જૈનનો પોટનસી ટેસ્ટ દરમ્યાન બે કલાક જેટલી તબીબોની મહેનત છતાં સ્પર્મના નમુના મેળવવામાં નિષ્ફળતા મળતા હવે અમદાવાદ ખાતે ટેસ્ટ માટે લઈ જવાશે. જ્યારે ડી.એન.એ. માટે જરૂરી લોહીના નમુના લેવામાં આવ્યા છે. જ્યારે અલ્પુ પીડિતાનો મિત્ર છે અને ફરીયાદ દાખલ કરાવવા માટે તેણે પીડિતાની મદદ કરી હોવાનુ પણ ચર્ચાઇ રહ્યું છે. જોકે અલ્પુ સિંધી પ્રોહિબીશનના બે ગુનામાં વોન્ટેડ હોવાથી નાસતો ફરતો હતો. પરંતુ હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં અલ્પુનુ નામ સામે આવતા હવે તેને પકડવો પોલીસ માટે જરૂરી બન્યુ હતુ. ગઈકાલે હરિયાણા ખાતેથી અલ્પુ સિંધીને પોલીસે ઝડપી પાડયા બાદ આજે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો છે.